Video : Zomatoનો ડિલિવરી બોય ઝડપાઈ ગયો કસ્ટમરનું ફૂડ ઝાપટતા...અને પછી..
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે
નવી દિલ્હી : હાલમાં ફૂડ ડિલિવરી કંપની Zomatoના ડિલિવરી બોયનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના સ્કૂટર પર ડિલિવરી બેગમાંથી ખાવાનું પેકેટ કાઢીને ખાઈ રહ્યો છે અને પછી તેને બંધ કરીને બેગમાં મૂકે છે. અઢી મિનિટથી લાંબો આ વીડિયો કોઈએ પોતાની ઘરની છત પરથી શૂટ કર્યો છે. આ ઘટના પછી કંપનીના ફાઉન્ડર દીપિન્દર ગોયલે એક બ્લોગમાં લખ્યું છે કે કંપનીએ તે વ્યક્તિને નોકરીથી દૂર કરી દીધી છે.
એક વર્ષ પછી સામે આવ્યો અનુષ્કા અને વિરાટનો લગ્નનો VIDEO, સુપર રોમેન્ટિક છે અંદાજ
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાર્વજનિક થવાથી ઝોમાટોને લોકો ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. ટ્વીટર પર લોકો ઝોમાટો પર ફિટકાર વરસાવી રહ્યા છે.