નવી દિલ્હી: વિરાટ કોહલી (Virat Kohli) હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. એડિલેડ ટેસ્ટ બાદ આ મહિને તે સ્વદેશ પાછા ફરશે કારણ કે તેની પત્ની અનુષ્કા શર્મા (anushka sharma )જાન્યુઆરી 2021માં પહેલા સંતાનને જન્મ આપવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભલે વિરાટ હાલ પત્નીથી દૂર છે પરંતુ અનુષ્કા શર્મા સતત તેને યાદ કરી રહી છે. મંગળવારે બોલીવુડ અભિનેત્રીએ તે ખુશનુમા પળોને યાદ કરી જે તેણે પતિ સાથે વીતાવી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ગર્ભાવસ્થા દરમિયાન શીર્ષાસન કરી રહી છે અને વિરાટ કોહલી તેના પગ પકડીને તેને સહારો આપે છે. 


એક PHOTO શેર કરીને અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો


અનુષ્કાએ લખ્યું કે આ હેન્ડ્સ ડાઉન અને લેગ્સ અપ એક્સસાઈઝ છે. યોગ મારા જીવનનો મોટો હિસ્સો છે. મારા ડોક્ટરે મને કહ્યું કે હું એવા બધા આસન કરી શકું છું જેમાં બહુ વધુ ટ્વિસ્ટ કરવાનું ન હોય કે આગળ ઝૂકવાનું ન હોય. પરંતુ સ્પષ્ટ રીતે સટીક અને જરૂરી સપોર્ટ સાથે. શીર્ષાસન માટે, જે હું કેટલાય વર્ષોથી કરું છું. 


Oscar 2021 માં Jallikattu બાદ ભારતની વધુ એક એન્ટ્રી, શોર્ટ ફિલ્મ કેટેગરીમાં થયું નોમિનેશન


અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પ્રેગનન્સીની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. બંનેએ જણાવ્યું હતું કે તેઓ આગામી વર્ષની શરૂઆતમાં 2માથી 3 થવા જઈ રહ્યા છે. આ જ કારણ છે કે વિરાટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની છેલ્લી 3 ટેસ્ટ રમી શકશે નહીં. બીસીસીઆઈએ તેને પેટરનિટી લીવ આપી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube