Kangana Ranaut ને થપ્પડ મારનાર CISF કર્મીના સપોર્ટમાં ઉતર્યો Vishal Dadlani, મહિલાને આપશે નોકરી
Vishal Dadlani on Kangana Ranaut: ચંદીગઢ એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલાએ કંગના પર હાથ ઉપાડ્યો હતો. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બોલીવુડના ધુરંધર લોકોએ કંગનાના સપોર્ટમાં કંઈક કહ્યું નથી. જો કે સંગીતકાર વિશાલ દદલાનીનું ચોંકાવનારું રિએક્શન આ મામલે આવ્યું છે.
Vishal Dadlani on Kangana Ranaut: લોકસભાની ચૂંટણીમાં મંડી બેઠક પરથી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત જીતી ચૂકી છે. ચૂંટણીમાં જીત પછી જ્યારે કંગના દિલ્હી આવી રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલાએ કંગના પર હાથ ઉપાડ્યો હતો. મહિલાએ કંગના રનૌત પર હુમલો કંગનાના ખેડૂત આંદોલન સમયના નિવેદનને લઈને કર્યો હતો. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બોલીવુડના ધુરંધર લોકોએ કંગનાના સપોર્ટમાં કંઈક કહ્યું નથી. જો કે સંગીતકાર વિશાલ દદલાનીનું ચોંકાવનારું રિએક્શન આ મામલે આવ્યું છે.
આ પણ વાંચો: અમૃતા સિંહને પણ ડિવોર્સ પછી કરવું પડ્યું કામ, દરેક સિંગલ પેરેન્ટ સામે આવે છે આ પડકાર
સંગીતકાર વિશાલ દદલાનીએ કંગનાને બદલે સીઆઇએસએફ મહિલા જવાનો સપોર્ટ કર્યો છે. સાથે જ તેણે કંગના ઉપર નિશાન સાધ્યું છે. વિશાલે સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હતું કે સીઆઇએસએફ મહિલા જવાનને જો નોકરી પરથી દૂર કરવામાં આવે તો તે મહિલાને નોકરી આપશે.
વિશાલ દદલાનીએ ઈંસ્ટા પર કંગના રનૌતને થપ્પડ પડી તે વીડિયો શેર કર્યો અને સાથે લખ્યું કે, તે ક્યારેય હિંસાનો સપોર્ટ કરતો નથી પરંતુ સીઆઈએસએફ મહિલા જવાનના ગુસ્સાને તે સમજે છે. જો મહિલા પર કોઈ એક્શન લેવામાં આવે તો તે મહિલાને જોબ આપશે. સાથે જ તેણે જય હિન્દ, જય જવાન અને જય કિસાન લખ્યું હતું.
આ પણ વાંચો: ચંદીગઢ એરપોર્ટ પર શું થયું, કેવી રીતે પડી કંગનાને થપ્પડ ? અભિનેત્રીએ જણાવ્યું બધું જ
મહત્વનું છે કે કંગના રનૌતને થપ્પડ મારનાર મહિલા જવાનનું નામ કુલવિંદર કૌર છે. સોશિયલ મીડિયા પર આ મહિલાનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે કંગના રનૌતે કિસાન આંદોલન સમયે ખૂબ ઓછી વાત કરી હતી. તેણે કહ્યું હતું કે મહિલાઓ સો સો રૂપિયા લઈને આંદોલનમાં બેઠી છે.
જોકે કંગના રનૌતને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈએ રિએક્ટ ન કર્યું તેને લઈને કંગના પણ ગુસ્સે ભરાય છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, યાદ રાખજો કે આજે આ મારી સાથે થયું કાલે તમારી સાથે પણ થશે. કાલ સવારે તમે પણ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ચાલી રહ્યા હશો ત્યારે ફિલીસ્તાની કે ઇઝરાયેલી તમારા કે તમારા બાળકો પર એટેક કરશે. કારણ કે તમે રાફાનો સપોર્ટ કર્યો હતો.