Single Parenting: અમૃતા સિંહને પણ ડિવોર્સ પછી કરવું પડ્યું કામ, દરેક સિંગલ પેરેન્ટ સામે આવે છે આ પડકારો

Single Parenting: અમૃતા સિંહે સિંગલ પેરેન્ટ તરીકે બાળકોને મોટા કર્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અમૃતા સિંહે સિંગલ પેરેન્ટ તરીકે તેને કયા પડકારોનો સામનો કરવો પડ્યો તે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેણે પોતાના બીલ ભરવા માટે ફરીથી કામ શરુ કરવું પડ્યું હતું.

Single Parenting: અમૃતા સિંહને પણ ડિવોર્સ પછી કરવું પડ્યું કામ, દરેક સિંગલ પેરેન્ટ સામે આવે છે આ પડકારો

Single Parenting: બોલીવુડ અભિનેત્રી અમૃતા સિંહ અને અભિનેતા સેફ અલી ખાનના બે બાળકો છે. પરંતુ વર્ષ 2004માં ડિવોર્સ પછી સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન અમૃતા સિંહ સાથે અમેરિકામાં રહ્યા. અમૃતા સિંહે સિંગલ પેરેન્ટ તરીકે બાળકોને મોટા કર્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અમૃતા સિંહે સિંગલ પેરેન્ટ તરીકે તેને કયા પડકારોનો સામનો કરવો પડ્યો તે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેણે પોતાના બીલ ભરવા માટે ફરીથી કામ શરુ કરવું પડ્યું હતું.

સિંગલ પેરેન્ટ બનવું મુશ્કેલ કામ છે. કારણ કે તેમાં બાળકોને મોટા કરવાની જવાબદારી સાથે તૂટેલા લગ્નનો બાળક પર ખરાબ પ્રભાવ ન પડે તે વાતનું પણ ધ્યાન રાખવું પડે છે. અમૃતા સિંહે પણ તરીકે આ પડકારોનો સામનો કરવો પડ્યો. આજે તમને જણાવીએ એવા ચેલેન્જીસ વિશે જેનો સામનો દરેક સિંગલ પેરેન્ટને કરવો પડે છે. 

સિંગલ પેરેન્ટ સામેના પડકારો 

- સિંગલ પેરેન્ટને ઘર ચલાવવા માટે કામ કરવું, ઘર સંભાળવું અને બાળકની સંભાળ રાખવી એમ ત્રણેય કામ સાથે કરવા પડે છે. કામના કારણે વ્યસ્ત હોવા છતાં પણ બાળકો માટે સમય કાઢવો પડે છે અને બાળક પ્રત્યેની જવાબદારીની ભાગવી પડે છે. આવી સ્થિતિમાં ઘણી વખત બાળકો પર ગુસ્સો પણ આવી જતો હોય છે. 

- સિંગલ પેરેન્ટ પર આર્થિક જવાબદારી વધારે હોય છે. દિવસ પછી તેણે જ બાળકોની જરૂરીયાતો પુરી કરવા, શિક્ષા અને સ્વાસ્થ્ય સંબંધિત બધા ખર્ચા એકલા હેન્ડલ કરવાના હોય છે. સાથે જ ભવિષ્યને લઈને પણ સેવિંગ કરવું પડે છે. જેથી બાળકોને ક્યારેય પૈસા ના કારણે સમસ્યાનો સામનો ન કરવો પડે. 

- સિંગલ પેરેન્ટને એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે બાળકને ક્યારેય માતા કે પિતાની કમી મહેસૂસ ના થાય. સિંગલ પેરેન્ટ ને 24 કલાક બે જવાબદારી નિભાવવી પડે છે. 

- સિંગલ પેરેન્ટ હોય તેને એકલતાનો સામનો પણ કરવો પડે છે. બાળકો સંબંધિત નિર્ણયમાં પણ કોઈ તેની મદદ કરવા માટે હોતું નથી. તેણે એકલા હાથે જ બધી જ જવાબદારી પૂરી કરવાની હોય છે જે ખૂબ મુશ્કેલ છે. 

- સિંગલ પેરેન્ટને ભેદભાવનો સામનો પણ કરવો પડે છે ખાસકરીને જો કોઈ સ્ત્રી સિંગલ પેરેન્ટ હોય તો તેના માટે સમય વધારે પડકાર જનક હોય છે. કારણ કે આજના સમયમાં પણ ડિવોર્સ લેનાર સ્ત્રીને લઈને સમાજમાં અલગ અલગ ધારણાઓ બનેલી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news