નવી દિલ્હીઃ The Vaccine War: ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' પાછલા વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ રહી હતી. તો એકવાર ફરી તે બોક્સ ઓફિસ પર કબજો જમાવાની તૈયારી કરી રહ્યાં છે. વિવેક રંજન અગ્નિહોત્રીએ સત્ય ઘટના પર આધારિત પોતાની આગામી ફિલ્મ 'ધ વેક્સીન વોર'ના અંતિમ શેડ્યૂલની જાહેરાત કરી છે. આ ફિલ્મ દશેરા પર 24 ઓક્ટોબર 2023ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ રિલીઝ ડેટમાં કરાયો ફેરફાર
આ પહેલાં ફિલ્મની રિલીઝ ડેટ 15 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. એક સૂત્ર પ્રમાણે ફિલ્મ ધ વેક્સીન વોરનું શૂટિંગ હાલ એક ગુપ્ત સ્થાન પર કરવામાં આવી રહ્યું છે. અગ્નિહોત્રીએ શનિવારે ટ્વિટર પર ફિલ્મના સેટની તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું- માં સરસ્વતીના આશીર્વાદથી ફિલ્મ ધ વેક્સીન વોરના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ Shah Rukh Khan ના ડુપ્લીકેટની ચમકી ગઈ કિસ્મત, આ અભિનેતા સાથે મળી પહેલી ફિલ્મ!


થોડા દિવસનું શૂટિંગ બાકી
તરણ આદર્શે ટ્વીટ કર્યુ, 'વિવેક રંજન અગ્નિહોત્રી અને તેની નિર્માતા પત્ની પલ્લવી જોશી હાલ ધ વેક્સીન વોરને ફિનિશિંગ ટચ આપી રહ્યાં છે. હવે થોડા દિવસનું શૂટિંગ બાકી છે.' આદર્શે ટ્વીટ કર્યુ- વિવેક અગ્નિહોત્રીએ ધ વેક્સીન વોરને આ વર્ષે (2023) દશેરા પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. 


સીક્રેટ જગ્યા પર થઈ રહ્યું છે શૂટિંગ
એક સૂત્રએ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું- વર્તમાનમાં ધ વેક્સીન વોરનું શૂટિંગ નાના પાટેકર, સપ્તમી ગૌડા અને બાકી સ્ટાર કાસ્ટની સાથે એક ગુપ્ત સ્થાન પર કરવામાં આવી રહ્યું છે. એક સપ્તાહ માટે સેટ પર નો-ફોન પોલિસી લાગૂ કરવામાં આવી છે, જેથી કંઈ લીક ન થાય. પરંતુ ફિલ્મ વિશે વધારે ખુલાસો થયો નથી. ટાઇટલ ફિલ્મ વિશે ઘણું જણાવે છે. આ ફિલ્મ ભારતીય બાયો-વૈજ્ઞાનિકો અને સ્વદેશી રસીઓ વિશે ઘણા પ્રકરણ ખોલે તેવી શક્યતા છે, એમ સ્ત્રોતે જણાવ્યું હતું. આ ફિલ્મ કોવિડ-19 રોગચાળાના અનિશ્ચિત સમયમાં તબીબી સમુદાય અને વૈજ્ઞાનિકોના સમર્પણનું પણ સન્માન કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube