નવી દિલ્હી: ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ગત મહિને માર્ચની 11 તારીખે રીલિઝ થઈ હતી. ફિલ્મે રીલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર એટલી જોરદાર કમાણી કરી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નાના બજેટની ફિલ્મે 250 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. ધ કાશ્મીર ફાઈલ્સની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મની ટીમ સાથે બે નવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે આ બે ફિલ્મોની જાહેરાત તેમના ફિલ્મ પ્રોડ્યુસર રહેલા અભિષેક અગ્રવાલના જન્મદિવસ પર કરી છે. જો કે, અત્યારે ફિલ્મ સાથે જોડાયેલી વધુ જાણકારી આપી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવેક અગ્નિહોત્રીએ વીડિયો શેર કરી આપી જાણકારી
વિવેક અગ્નિહોત્રીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેમણે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. ત્યારે, વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીનું પ્રોડક્શન હાઉસ અને અભિષેક અગ્રવાલનું પ્રોડક્શન હાઉસ આગામી બે ફિલ્મો માટે ફરી સાથે કામ કરશે. આ બંને પ્રોડક્શન હાઉસ હવે ભારતની બે સત્ય ઘટનાઓને પરદા પર લાવશે જે અત્યાર સુધી દેખાળવામાં આવી નથી. આ ઘટનાઓ ખુબ જ ભયાનક છે.


આલિયા ભટ્ટના ઓન સ્ક્રીન પિતાનું થયું નિધન, ફિલ્મ જગતમાં છવાયો શોકનો માહોલ


ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર બનાવ્યો રેકોર્ડ
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કર્યો છે. કોરોના મહામારી બાદ આ પહેલી ફિલ્મ બની છે જેણે આટલી કમાણી કરી છે. ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં દેખાળવામાં આવ્યું છે કે, 90 ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર કેવી રીતે અત્યાચાર કરવામાં આવ્યો, જેના કારણે તેમને તેમના ઘર છોડી ભાગવું પડ્યું હતું. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube