નવી દિલ્હીઃ દર્શકોના પોઝિટિવ રિસ્પોન્સ બાદ રિતીક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વોર' બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે. હવે આ ફિલ્મ આ વર્ષે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. ફિલ્મએ અત્યાર સુધી 279 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોક્સઓફિસઈન્ડિયાડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, શનિવારે આ ફિલ્મએ કુલ 4.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે આ ફિલ્મણે અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'કબિર સિંહ'ને પણ પાછળ છોડી દીધી છે. રિપોર્ટ્સમાં  જણાવવામાં આવ્યું કે, આ ત્રીજા વિકેન્ડ પર ફિલ્મ 12 કરોડથી વધુનો બિઝનેસ કરી શકે છે. આ રીતે ફિલ્મની કમાણીનો આંકડો 300 કરોડને પાર કરી શકે છે. 


શાહરૂખ-કાજોલના ગીત પર રાજકુમાર રાવ અને મૌની રોયે કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ VIDEO


મહત્વનું છે કે ફિલ્મએ પોતાના ઓપનિંગ ડે પર 51.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ઝડપથી તેણે 200 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી લીધો હતો. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વાણી કપૂર અને આશુતોષ રાણા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.