શાહરૂખ-કાજોલના ગીત પર રાજકુમાર રાવ અને મૌની રોયે કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ VIDEO

બોલિવૂડ અભિનેત્રી મૌની રોયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. પરંતુ આ વખતે મૌની રોય સાથે રાજકુમાર રાવના રોમેન્ટિંક ડાન્સે જાણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ બંનેએ શાહરૂખ ખાન અને કાજોલના પ્રખ્યાત ગીત સૂરજ હુઆ મધ્યમ....પર ડાન્સ કર્યો છે. 

શાહરૂખ-કાજોલના ગીત પર રાજકુમાર રાવ અને મૌની રોયે કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ VIDEO

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી મૌની રોયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. પરંતુ આ વખતે મૌની રોય સાથે રાજકુમાર રાવના રોમેન્ટિંક ડાન્સે જાણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ બંનેએ શાહરૂખ ખાન અને કાજોલના પ્રખ્યાત ગીત સૂરજ હુઆ મધ્યમ....પર ડાન્સ કર્યો છે. 

આ વીડિયોમાં અભિનેત્રી મૌની રોય અને રાજકુમાર રાવ જબરદસ્ત રોમેન્ટિક ડાન્સ મૂડમાં જોવા મળી રહ્યાં છે. મૌની રોય સિંપલ પ્રિન્ટેડ સાડીમાં ખુબ સુંદર લાગી રહી છે. વીડિયોમાં બંનેનો રોમેન્ટિક અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયોની વાત કરીએ તો તેમાં મૌની રોય કાજોલના જ અંદાજમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તેને સાથ આપે છે આગામી ફિલ્મના કો-સ્ટાર રાજકુમાર રાવ., 

A post shared by mon (@imouniroy) on

વીડિયોને શેર કરતા મૌનીએ લખ્યુ છે કે ફિલ્મી ગાનો કે રંગ, રઘુ-રુક્મણી કે સંગ... નોંધનીય છે કે મૌની રોય અને રાજકુમાર રાવ બહુ જલદી ફિલ્મ મેડ ઈન ચાઈનામાં જોવા મળશે. આ  ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news