નવી દિલ્હી : ભોજપરી ફિલ્મોનુંજાણીતું નામ એક્ટ્રેસ મોનાલિસા હાલનાં દિવસોમાં પોતાનાં બંગાળી અંદાજ માટે હાલનાં દિવસોમાં સમાચારમાં છે. પહેલા જ્યારે મોનાલિસાનો એક હોલી ડાંસ વાઇરલ થયો હતો હવે મોનાલિસાનો ભાભી અંદાજ પણ સોશ્યલ મીડિયા પર ખુબ જ હિટ થઇરહ્યો છે. મોનાલિસા ટુંકમાં જ બંગાળી વેબ સીરીઝ ડુપુર ઠાકુરપો સીઝન-2માં જોવા મળશે. આ વેબ સીરીઝમાં તે ખુબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળશે. આ વેબ સીરીઝનું નવુ ગીત ઝુમાં બૌદી આવી ગયું છે.
 
મોનાલિસાએ પોતાનાં આ ગીતની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વીડિયોમાં તે સ્ટાઇલિશ અંદાજમાં નાચતી અને વરસાદમાં પલળીને અત્યંત હોટ દેખાઇ રહી છે. ત્યારે આ બૌદી (ભાભી)નાં દીવાનાઓ પણ ગીતમાં જોવા મળી રહ્યા છે. તમે પણ જુઓ કે મોનાલિસાનો આ અંદાજ.

મોનાલિસાનો બિગ બોસ 10માં ભાગ લીધા બાદ ઘરે ઘરે ઓળખ મળી. તેણે પોતાની ભોજપુરી કો સ્ટાર વિક્રાંત સિંહ રાજપુત સાથે બિગ બોસ 10નાં ઘરની અંદર લગ્ન પણ કર્યા હતા અને તેનાં લગ્ન નેશનલ ટેલિવિઝન પર ઓન એર કરવામાં આવ્યા હતા. 2008માં ફિલ્મ ભોલે શંકર દ્વારા તેણે ભોજપુર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. ત્યાર બાદ તેની ફિલ્મો સતત સુપર હીટ થતી રહી હતી. હાલ મોનાલિસાની ગણત્રી ભોજપુરી ટોચની અભિનેત્રીઓમાં થાય છે.