નવી દિલ્હી: હાલમાં લાંબા સમયથી અજય દેવગણ (Ajay Devgn)નો મરાઠા યોદ્ધાવાળો Look તેમના ફેન્સના દિલો દિમાગ પર છવાયેલો છે, પરંતુ તો બીજી તરફ હવે ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji - The Unsung Warrior)' ના રિલીઝ પહેલાં તેમનો એક નવો અંદાજ ચર્ચામાં છવાઇ ગયો છે. જી હાં! નવા વર્ષે અજય દેવગણ (Ajay Devgn)ના ફેન્સને મોટી સરપ્રાઇઝ મળી છે. તેમની આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા (Bhuj The Pride of India)' નો FIRST LOOK (ફર્સ્ટ લુક) રિલીઝ કરી દેવામાં આવ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે જ અજય દેવગણની આ આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' ચર્ચામાં છે. આ ફિલ્મ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને અજય દેવગણ તેમાં ઇન્ડીયન એરફોર્સના વિંગ કમાન્ડર કાર્ણિકનું પાત્ર ભજવી રહ્યા છે. જુઓ અજય દેવગણનો આ વિંગ કમાન્ડરવાળો અંદાજ...


આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક દુધાઇયાએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મમાંથી અજયના આ FIRST LOOK ને શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં તેમણે લખ્યું, 'મારી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'થી સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકના રૂપમાં અજય દેવગણૅ સરનો ફર્સ્ટ લુક શેર કરવો મારી ખુશનસીબી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube