close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સોશિયલ મીડિયા

ટૂંક સમયમાં નવું ફીચર લોન્ચ કરશે ટિક-ટોક, ઇન્સ્ટાગ્રામની જેમ કરશે કામ

દુનિયાભરમાં જાણીતી શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિક-ટોક નવા ફીચરને લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે. 
 

Jul 20, 2019, 06:32 PM IST

એક્ટ્રેસ પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે સાયબર ક્રાઈમમાં કરી અરજી

ફિલ્મ એભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનુ કહેવુ છે કે, એજાજ ખાને એક વિડિયો સોસિયલ મિડિયામાં મુક્યો છે. જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી કરી છે. એટલુંજ નહી એજાજ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે સાથો સાથ જે પ્રકારે તેને ટિપ્પણી કરી છે તેનાથી તેના પરિવારજનોને દુખ લાગ્યું છે. 

Jul 19, 2019, 06:19 PM IST
Ahmedabad: Payal Rohatgi Files Complaint Against Ajaz Khan PT2M8S

જુઓ એજાઝ ખાન વિરુદ્ધ અભિનેત્રી પાયલ રોહતગીએ કેમ નોંધાવી ફરિયાદ

અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદ સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચી છે. પાયલે એઝાઝ ખાન વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એઝાઝ ખાને પાયલની બદનામી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિવાદિત વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં પાયલે અમદાવાદ આવીને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી બોલીવુડની જાણીતી અભિનેત્રી છે.

Jul 19, 2019, 03:30 PM IST
Banaskantha: Navghanji Thakor Posts Controversial Picture on Facebook PT4M51S

જુઓ અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની પોસ્ટ સોશિયલ મીડિયા પર કેમ થઈ વાયરલ

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના 12 ગામોના બંધારણ બાદની તેમની પોસ્ટ પર લોકોએ કોમેન્ટ પણ કરી. પોસ્ટમાં તેમણે લખ્યું કે, જો આપણી દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો અને દીકરીને દૂધ પીતી કરો. ફેસબુકમાં વિવાદિત પોસ્ટ વાયરલ થઈ રહી છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ નિવેદનનને ખેદજનક ગણાવ્યું છે. મહિલા આયોગ નવઘણજી ઠાકોરને નોટીસ આપશે. નોટીસ આપી રૂબરૂ બોલાવી ખુલાસો માંગશે. ત્યારે સવાલ એ છે કે, ખુલ્લેઆમ દીકરીને દૂધ પીતી કરવાની હિમાયત કરવામાં આવી રહી છે, તે કેટલું યોગ્ય છે. જેમની પોસ્ટ વાયરલ થઈ છે, તે નવઘણજી ઠાકોર રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે બનાવેલા સંગઠનના પ્રમુખ છે.

Jul 18, 2019, 02:25 PM IST

Video: 'સોરી સોન્ગ' વડે યૂટ્યૂબ પર છવાઇ ગઇ નેહા કક્કડ, રિલીઝ થતાં જ મળ્યા 3 મિલિયન વ્યૂઝ

બોલીવુડની ચુલબુલી સિંગર નેહા કક્કડ જ્યારે પણ કોઇ નવું સોન્ગ રિલીઝ કરે છે તો તેના ફેન્સ તેને બ્લોકબસ્ટર બનાવવામાં કોઇ કસર છોડતા નથી. નેહા કક્કડએ પંજાબી સિંગર મનિંદર બટર સાથે મળીને નવું ગીત 'સોરી સોન્ગ' રિલીઝ કરી દીધું છે. યૂટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતના બોલ તેની નાનકડી લવ સ્ટોરીને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

Jul 17, 2019, 12:05 PM IST

ઝૂમાંથી ભાગ્યો ચિમ્પાન્ઝી, સામે આવ્યા લોકો તો કર્યું આ કામ, જુઓ Video...

ચીનના આ પાર્કથી એક ચિમ્પાન્ઝીએ ભાગવાનો પ્રયત્ન કર્યો. જે સમયે ચિમ્પાન્ઝી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે કેટલાક કર્મચારીઓ તેની સામે આવી ગયા અને તેને કાબુમાં કરવા લાગ્યા, જેનાથી તે ગુસ્સે ભરાયો અને તે લોકોને લાત મારી ભગાડવા લાગ્યો

Jul 16, 2019, 03:02 PM IST

Video: હેમા માલિનીએ સંસદમાં ઝાડું વાળ્યું, સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું-'આમને ટાંગો ચલાવવા દો'

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ હેમા માલિનીએ શનિવારે સ્વચ્છતા અભિયાન હેઠળ સંસદમાં ઝાડું મારીને સફાઈ કરી.

Jul 13, 2019, 04:06 PM IST

પ્રિયંકા ચોપડાએ રમી અજીબોગરીબ રમત, હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે VIDEO

બોલીવુડ અને હોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. આ હાલમાં સતત દેશથી બહાર છે પરંતુ તેમના ચાહકો તેમના વીડિયોઝ અને ફોટો પર સતત નજર રાખી રહ્યા છે. થોડા દિવસો પહેલાં દિયરના લગ્નના ફોટા વાયરલ થયા બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ રસપ્રદ રમત રમતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

Jul 10, 2019, 02:55 PM IST

જાડેજા વિવાદઃ સંજય માંજરેકરે માઇકલ વોનને ટ્વીટર પર કર્યો બ્લોક

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન વચ્ચે રવીન્દ્ર જાડેજાને લઈને વિવાદ વધી ગયો ચે. વોને મંગળવારે જાણકારી આપી કે માંજરેકરે તેમને ટ્વીટર પર બ્લોક કરી દીધા છે.
 

Jul 10, 2019, 01:11 PM IST
Kunwar Pranav Singh Champion Dancing with revolver, Video viral PT3M9S

ભાજપના ધારાસભ્યની દંબગાઇનો વીડિયો થયો વાયરલ

વિવાદિત નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાયા છે. ભાજપ તરફથી ગેરશિસ્તના આરોપમાં સસ્પેન્ડેડ થયા બાદ કુંવર પ્રણવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Jul 10, 2019, 11:15 AM IST

હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral

વિવાદિત નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાયા છે. ભાજપ તરફથી ગેરશિસ્તના આરોપમાં સસ્પેન્ડેડ થયા બાદ કુંવર પ્રણવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Jul 10, 2019, 09:28 AM IST

રિલીઝ પહેલાં જ બ્લોકબસ્ટર બની કંગના અને રાજકુમારની 'જજમેંટલ હૈ ક્યા', YouTube પર ટ્રેલર બન્યું નંબર વન

કંગના રનૌત અને રાજકુમાર રાવની મચ અવેટેડ ફિલ્મ 'જજમેંટલ હૈ ક્યા' શું ટ્રેલર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જોઇને લાગી રહ્યું છે કે આ મર્ડર મિસ્ટ્રી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. રિલીખ થતાં જ ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર નંબર વન ટ્રેંડિંગ લિસ્ટ પર કબજો જમાવી દીધો છે. તમને જણાવી દઇએ કે કંગના અને રાજકુમાર રાવની આ ફિલ્મ સાઇકોલોજિકલ થ્રિલર છે.

Jul 3, 2019, 01:58 PM IST

Video : પ્રેમ કરીને ભાગી જનારાઓને ગામલોકોએ આપી તાલિબાની સજા, નગ્ન કરી માર માર્યો

આજકાલ લોકો છાશવારે કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. 

Jun 27, 2019, 12:46 PM IST

Video : દ્વારકાના આ ટાબરિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો જોરદાર પોપ્યુલર 

હમણાં થોડા દિવસોથી એક નાનકડા બાળકનો દેશ ભક્તિ દેખાડતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળી રહી છે. સોશિયલ મીડિયામાં દેશ ભક્તિ બતાવતા આ બાળકનો વીડિયો છવાઈ ગયો છે. ત્યારે Zee ૨૪ કલાકે આ બાળકની તપાસ કરતા જાણ્યું કે આ બાળક દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનકડા એવા સતાપરનો રહેવાસી છે.

Jun 27, 2019, 08:05 AM IST
Devbhumi Dwarka: Boy Who Became Famous For His Patriotism PT2M24S

જુઓ કોણ છે આ બાળક જેના દેશભક્તિના વીડિયો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ

હમણાં થોડા દિવસોથી એક નાનકડા બાળકનો દેશ ભક્તિ દેખાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને હજારો, લાખોની સંખ્યામાં લાઈક્સ મેળવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં દેશ ભક્તિ દેખાડતો આ બાળકનો વીડિયો છવાઈ ગયો છે. ત્યારે Zee ૨૪ કલાકે આ બાળકની તપાસ કરતા જાણ્યું કે આ બાળક દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનકડા એવા સતાપરનો રહેવાસી છે અને ૮મા ધોરણમાં ભણતા આ બાળકનું નામ અજય છે તથા તેમના પિતા ખેત મજૂર છે.

Jun 26, 2019, 07:55 PM IST

VIDEO: એરપોર્ટ પર ફોટો લઈ રહેલા ફોટોગ્રાફરને દીપિકા પાદુકોણે કરી મોટી ઓફર...

દીપિકા જ્યારે એરપોર્ટની બહાર નિકળે છે, તો ફોટોગ્રાફર તેનો ફોટો લેવા લાગે છે, ત્યારે દીપિતા હસ્તા-હસ્તા ફોટોગ્રાફરને ડ્રાઇવ માટે આમંત્રણ આપે છે. 

Jun 25, 2019, 06:25 PM IST

તળાવમાં કમળના ફૂલો વચ્ચે શું કરી રહી છે કરીના કપૂર, વાયરલ થઇ રહ્યો છે ફોટો

બોલીવુડની મશહૂર અભિનેત્રી કરીના કપૂર હાલમાં 'અંગ્રેજી મીડિયમ'ની શૂટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે ઇરફાન ખાન જોવા મળશે. સાથે જ પહેલીવાર કરીના કપૂર નાના પડદા પર પણ ટૂંક સમયમાં જોવા મળશે. એટલા માટે તે પોતાના ટીવી શોના શૂટિંગમાં પણ ખૂબ વ્યસ્ત છે. તમને જણાવી દઇએ કે કરીના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટા ઇંસ્ટા પર શેર કરે છે. આ દરમિયાન કરીના દ્વારા સોમવારે શેર કરવામાં આવેલો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Jun 25, 2019, 01:03 PM IST

આ સ્માર્ટફોન યૂઝ કરે છે પીએમ મોદી અને અમિત શાહ, તમારી પાસે કયો ફોન છે?

કોણ કહે છે ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ બે સ્માર્ટફોન રાખે છે ટ્વિટરને પોતાના ટાઇપરાઇટરની માફક ઉપયોગ કરે છે? નરેન્દ્ર મોદી સરકારના ઘણા મોટા મંત્રીઓ પણ ટેક સેવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય રહેવા માટે એપલ અને એંડ્રોઇડના હાલના સર્વશ્રેષ્ઠ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરે છે. તેમના લીડર ગેજેટ પ્રેમી મોદી છે, જે એપલ્લના ડિવાઇસનો ઉપયોગ કરે છે. ત્યારબાદ કેંદ્વીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં બ્રાંડ ન્યૂ એક્સએસનો ઉપયોગ કરે છે. 

Jun 24, 2019, 01:18 PM IST

કોર્ટમાં ચાલતો હતો ડિવોર્સ કેસ, ત્યારે પતિને લાગી કરોડોની લોટરી, પત્ની બોલી...

અમેરીકાના મિશિગનમાં રહેતા રિચાર્ડ ડિક જેલાસ્કોની ખુશી તે સમયે વધી ગઇ હતી, જ્યારે તેને 565 કરોડ રૂપિયા (80 મિલિયન ડોલર)ની લોટરી લાગી. પરંતુ હવે કોર્ટે આદેશ આપ્યો છે કે, લોટરીનો અડધો ભાગ તેની પત્નીએ આપવો પડશે.

Jun 24, 2019, 09:38 AM IST

ધર્મ પરિવર્તન કરાવવા સગીરાનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ

વડોદરામાં આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ધોરણ 10ની વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Jun 23, 2019, 01:28 PM IST