નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) આજે (24 ડિસેમ્બર)ના રોજ 63 વર્ષના થઇ ગયા છે. તેમની ફિટનેસ જોઇ ઘણા યુવાનો ઇર્ષા કરે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે અનિલ કપૂર આટલા ફિટ કેવી રીતે છે, તો તેનો શ્રેય તે ડાયટ અને એક્સરસાઇઝને આપે છે. અનિલ કપૂર જંક ફૂડ અને શુગરવાળી વસ્તુઓથી દૂર રહે છે અને દરરોજ 2-3 કલાક કસરત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ કપૂર માટે ફિલ્મોમાં એન્ટ્રી કરવી એટલી મુશ્કેલ રહી ન હતી, કારણ કે તે ફિલ્મ નિર્માતા સુરિંદર કપૂરના પુત્ર હતા. તેમના બંને ભાઇ બોની કપૂર અને સંજય કપૂર પણ ફિલ્મ ઇંડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમણે 'વો સાત દિન', 'મેરી જંગ', 'મિસ્ટર ઇન્ડીયા', 'બેટા', 'રામ લખન', 'પરિંદા', 'તેજાબ', 'વિરાસત', 'નાયક', 'વેલકમ' જેવી સારી ફિલ્મોમાં કામ કર્યું. 


જન્મદિવસ પર આજે તેમનો એક કિસ્સો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા ખબર પડે છે કે તે પોતાના કામને કેટલી લગન અને ઇમાનદારી સાથે કરે છે. તેના કિસ્સાને નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ શેર કર્યો હતો. આ 30 વર્ષ જૂનો કિસ્સો અનિલ કપૂર અને જેકી શ્રોફની જીંદગી સાથે જોડાયેલો છે. 


ફિલ્મ પરિંદામાં જેકી શ્રોફ (કિશન) અને અનિલ કપૂર (કરન) બંને ભાઇ બન્યા હતા. આ ફિલ્મના સીનમાં જૈકી શ્રોફે અનિલના ગાલ પર થપ્પડ મારવાની હતી. પહેલાં શોટમાં સીન ઓકે થઇ ગયો હતો. પરંતુ અનિલ કપૂર આ સીનમાં સંતુષ્ટ ન હતા. તેમણે પોતાના ચહેરા પર વધુ દર્દ બતાવવું હતું. તેમણે આ સીનને ફરીથી કર્યો, ત્યારે પણ અનિલ કપૂર સંતુષ્ટ ન હતા. આમ કરતાં-કરતાં અનિલ કપૂરને 17 થપ્પડ માર્યા હતા. બધા જાણે છે કે 'પરિંદા' અનિલ કપૂરની સારી ફિલ્મોમાંથી એક છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube