Viral Video : સલમાને કહ્યું કે જો મેં ઐશ્વર્યાને ખરેખર મારી હોત તો...
સલમાનનો આ જુનો વીડિયો ફરી વાઇરલ બન્યો છે
નવી દિલ્હી : તનુશ્રી દત્તા અને નાના પાટેકરના વિવાદ પછી આખા દેશમાં #MeToo કેમ્પેઇન વેગ પકડી રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા અને બીજા ફિલ્ડમાંથી મહિલાઓ તેમની શારીરિક શોષણ કરનાર આરોપીઓના નામ સોશિયલ મીડિયામાં જાહેર કરી રહી છે. આ સંજોગોમાં સલમાન ખાનનો એક જુનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયને મારવાના સવાલનો જવાબ આપી રહ્યો છે.
વીડિયોમાં એક મહિલા પત્રકાર સલમાનને ઐશ્વર્યાને માર મારવાના આરોપ વિશે સવાલ પૂછે છે ત્યારે સલમાને કહ્યું હતું કે, 'થોડા સમય પહેલાં મને આ સવાલ પ્રભુ ચાવલાએ કર્યો હતો ત્યારે મેં ટેબલ પર ગુસ્સામાં જોરથી હાથ માર્યો હતો અને ટેબલ તુટી ગયું હતું. મારો મતલબ છે કે હું જ્યારે કોઈને મારું છું ત્યારે એ જગજાહેર છે કે હું ગુસ્સે છું. જો હું આ હાલતમાં કોઈને ફટકારું તો મને નથી લાગતું કે એ વ્યક્તિ બચી શકે.'
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...