`રંગીલા ગર્લ` 9 વર્ષ બાદ બની આઈટમ ગર્લ, `બ્લેકમેલ`થી કરશે કમબેક, જુઓ VIDEO
દિગ્દર્શક અભિનવ દેવની ફિલ્મ `બ્લેકમેલ`નું ગીત બેવફા બ્યૂટી રિલીઝ થઈ ગયુ છે.
નવી દિલ્હી: દિગ્દર્શક અભિનવ દેવની ફિલ્મ 'બ્લેકમેલ'નું ગીત બેવફા બ્યૂટી રિલીઝ થઈ ગયુ છે. આ ગીતમાં 90ના દાયકામાં પોતાની અદાઓથી બધાને પાગલ કરી નાખનારી અભિનેત્રી રંગીલા ગર્લ ઉર્મિલા માર્તોંડકર જોવા મળી રહી છે. આ ગીતથી ઊર્મિલા 9 વર્ષ બાદ રૂપેરી પડદે જોવા મળી રહી છે. ગીત એકવારમાં જ ફિલ્માવવામાં આવ્યું છે. જેમાં ઉર્મંલા ડાન્સ કરતી જોવા મળી રહી છે. ગીતને સિંગર પવની પાંડેએ ગાયું છે જ્યારે સંગીત અમિત ત્રિવેદીનું છે. ગીતને અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યું છે.
બ્લેકમેલનું નિર્દેશ ફિલ્મ દિલ્હીબેલી ફેમ દિગ્દર્શક અભિનય દેવ કરી રહ્યાં છે. ફિલ્મ 6 એપ્રિલના રોજ રિલીઝ થશે. ફિલ્મના ગીતમાં હકીકતમાં ફિલ્મની સમગ્ર વાર્તાનું ચિત્રણ થતું જોવા મળે છે. પત્નીની બેવફાઈ અને બદલો લેનાર પતિ જ તેને બ્લેકમેલની કોશિશ કરે છે તેવી વાર્તાવાળી ફિલ્મને ગીતમાં દર્શાવવામાં આવી છે તેવું જણાય છે. આ ગીતને જોવા માટે કરો ક્લિક.
અત્રે જણાવવાનું કે ઉર્મિલા માર્તોંડકર છેલ્લે 2008માં હિમેશ રેશમિયાની સાથે ફિલ્મ 'કર્ઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મ 1980માં આ જ ટાઈટલથી બનેલી ફિલ્મની રિમેક હતી. ત્યારબાદ ઉર્મિલા કેટલાક મરાઠી ટીવી શોમાં જોવા મળી પરંતુ ફિલ્મોમાં નહીં. 2016માં ઉર્મિલાએ કાશ્મીરના એક બિઝનેસમેન મોહસિન અખ્તર સાથે લગ્ન કરી લીધા.