Watcho App: હિન્દીમાં જુઓ Welcome 2 Life અને Kairos જેવા 34 K-Drama, દરરોજ નવા એપિસોડ
Watcho App: ઝડપથી વિકસતું OTT Watcho પોતાના દર્શકો માટે નવુ-નવુ કન્ટેન્ટ લઈને આવે છે, જેમાં ઓરિજિનલ સિરીઝ Jaunpur, The Morning show, bouchare-e-ishq જેવી સિરીઝ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. હવે વોચો લાવ્યું છે હિન્દી ડબ કોરિયન શો...
નવી દિલ્હીઃ Korean Drama on Watcho: સૌથી ઝડપી આગળ વધતા ઓટીટી પ્લેટફોર્મમાંથી એક Watcho App યૂઝર્સને નવુ તથા રસપ્રદ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. જો તમે કોરિયન ડ્રામાના શોખિન છો તો વોચો પર હિન્દીમાં ડબ કોરિયન ડ્રામા જોઈ શકો છો. '#RozanaKDrama' હેઠળ WATCHO હિન્દીમાં ડબ પોતાની કોરિયન કન્ટેન્ટ લાઇબ્રેરીથી દિવસમાં દરરોજ 3 કલાકનું કોરિયન કન્ટેન્ટ આપી રહ્યું છે.
શો-ડ્રામા, એક્શન અને રોમાન્સથી લઈને sci-fi સુધી પોતાના દર્શકોનું મનોરંજન કરવા અને તેને જોડાયેલા રાખવાનું વચન આપે છે. આ સાથે WATCHO હિન્દીમાં ડબ કરવામાં આવેલા કોરિયન શોની રજૂઆત કરી મોટા પાયા પર ઇન્ટરનેશનલ કન્ટેન્ટને ઈન્ડિયન ઓડિયન્સ માટે રજૂ કરી રહ્યું છે. કુલ 650+ કલાકના કોરિયન કન્ટેન્ટને તબક્કાવાર રજૂ કરવામાં આવશે. તેમાં દરરોજ નવા એપિસોડને પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
શોની રોમાંચક લાઇન-અપમાં અલગ-અલગ શૈલિયો- રોમાન્સ, કોર્પોરેટ કોન્સપિરેસી, પારિવારિક નાટક, ફેન્ટસી, રોમાન્ચ અને સાયન્સ ફિક્શન સામેલ છે. લાઇન-અપમાં પહેલા છે 'વેલકમ 2 લાઇફ', એક કાલ્પનિક નાટક જે એક સ્વાર્થી વકીલની કહાની જણાવે છે, તે તેવા લોકોની મદદ કરે છે જે કાયદાનો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે. એક દિવસ તેની સાથે કાર દુર્ઘટના થાય છે અને તે એક પેરેલલ વર્લ્ડમાં આવી જાય છે. આ સિવાય પણ અન્ય કેટલાક મહત્વના નાટક સામેલ છે જેમ કે 1 Percent of Something, Extraordinary You, Kairos અને Flower of Evil.
આ પણ વાંચોઃ Hrithik Roshan ની Ex Wife ની ફરી સજશે ડોલી? બોયફ્રેન્ડે પણ કહી દીધી આ વાત
WATCHO વેબ સિરીઝ સહિત ઘણા ઓરિજનલ શો રજૂ કરે છે. જેમ ધ મોર્નિંગ શો, હેપ્પી, બાઉચરે-એ-ઇશ્ક, ગુપ્તા નિવાસ, જૌનપુર, પાપા કા સ્કૂટર, અધાટ, ચીટર્સ- ધ વેકેશન, સરહદ, મિસ્ટ્રી ડેડ, જાલસાજી, ડાર્ક ડેસ્ટિનેશન, ઇટ્સ માઇ પ્લેઝર, 4 થીવ્સ, લવ ક્રાઇસિસ, અર્ધસત્ય અને છોરિયાની સાથે-સાથે લુક આઈ કેન કુક તથા બિખરે હૈ અલ્ફાઝ જેવા ઓરિજનલ શો પણ છે.
આ એપ પર યુનીક યૂજીસી પ્લેટફોર્મ પણ છે. જ્યાં યૂઝર્સ પોતાના ઓરિજિનલ વીડિયો બનાવી શકે છે અને પોતાની કળાનું પ્રદર્શન કરી શકે છે. સ્ક્રીન પર હાજર (એન્ડ્રોયડ અને આઈઓએસ ડિવાઇસ, ડિશ એસએમઆરટી ડિવાઇસ, ડી2એચ મેજિક ડિવાઇસ અને ફાયર ટીવી સ્ટિક) અને www.WATCHO.com પર, વોચો વર્તમાનમાં 35થી વધુ ઓરિજિનલ શો, 300થી વધુ એક્સક્લુઝિવ પ્લસ અને 100થી વધુ હિન્દી, કન્નડ અને તેલુગૂ ભાષામાં લાઇવ ચેનલ ઉપલબ્ધ કરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube