Hrithik Roshan ની Ex Wife ની ફરી સજશે ડોલી? બોયફ્રેન્ડે પણ કહી દીધી આ વાત

સુજૈન ખાન (Sussanne Khan) અને અર્સલાન ગોની (Arslan Goni) મોટાભાગે એકસાથે ચર્ચામાં રહે છે. તેમના ડેટિંગની અફવાઓ ગત થોડા સમયથી ચાલી રહી છે અને જોકે બંને મોટાભાગે એકસાથે પાર્ટી કરતાં અથવા રજા માણતા જોવા મળે છે. જોકે તેમણે અફવાઓની ના તો પુષ્ટિ કરી છે અને ના તો ખંડન કર્યું છે.

Hrithik Roshan ની Ex Wife ની ફરી સજશે ડોલી? બોયફ્રેન્ડે પણ કહી દીધી આ વાત

Hrithik Roshan Ex Wife Wedding: બોલીવુડ અભિનેત્રી ઋત્વિક રોશન હાલમાં પોતાના રિલેશનશિપને લઇને ચર્ચામાં છે. તેમનું નામ સતત અભિનેતા સબા આઝાદ (Saba Azad) સાથે જોડાયેલું રહ્યું છે. જોકે બંનેએ પોતાના સંબંધોની પુષ્ટિ તો નથી કરી, પરંતુ બંનેને ઘણીવાર એકબીજા સાથે સ્પોટ કરવામાં આવે છે અને અવાર નવાર રોમેન્ટિક જેસ્ચરમાં કપલ જોવા મળે છે. પરંતુ ફક્ત ઋત્વિક રોશન (Hrithik Roshan) જ નહી પરંતુ તેની એક્સ વાઇફ સુજૈન ખાન (Sussanne Khan) પણ ડેટિંગના સમાચારોને લઇને ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર સમાચારો ફેલાઇ રહ્યા છે કે સુજૈન ખાન ફરી એકવાર પોતાનું ઘર વસાવવા જઇ રહી છે. 

સુજૈન અર્સલાનના લગ્ન ?
સુજૈન ખાન (Sussanne Khan) અને અર્સલાન ગોની (Arslan Goni) મોટાભાગે એકસાથે ચર્ચામાં રહે છે. તેમના ડેટિંગની અફવાઓ ગત થોડા સમયથી ચાલી રહી છે અને જોકે બંને મોટાભાગે એકસાથે પાર્ટી કરતાં અથવા રજા માણતા જોવા મળે છે. જોકે તેમણે અફવાઓની ના તો પુષ્ટિ કરી છે અને ના તો ખંડન કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે જ્યાં એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં રહે છે. આ ઉપરાંત અતેમના ફોટા, પાર્ટીમાં હાજરી અને એકસાથે ટ્રાવેલ કરવું આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તાજેતરમાં જ સુજૈન અને અર્સલાનના જલદી જ લગ્નના બંધનમાં બંધાવવાના સમાચાર સામે આવ્યા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sussanne Khan (@suzkr)

અર્સલાન કરવા માંગતા નથી વાત
હવે, અર્સલાને સુજૈન સાથે પોતાના લગ્નની અફવાઓ વિશે રહસ્ય ખોલ્યું અને એક ઇન્ટરવ્યુંમાં કહ્યું 'હું આ વિશે વાત કરવા માંગતો નથી. મને મારા અંગત જીવન વિશે વાત કરવી પસંદ નથી. મને ખબર નથી કે તેના વિશે કોણે વાત કરી છે. હું ઇસ્ટાગ્રામ પર સૌથી પહેલાં ટેગ જોયો. આગળ તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે તેના વિશે કોણે લખ્યું છે . જેણે આ વિશે લખ્યું છે હું તેમને કહીશ કે મને જણાવે કે આ નિર્ણય કોણે અને ક્યારે અને ક્યાં લીધો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sussanne Khan (@suzkr)

'ના છુપાવવું છે, ના કહેવું છે'
અર્સલાને કહ્યું કે તેમણે જાણી જોઇને પોતાના અંગત જીવન વિશે વાત ન કરવાનો નિર્ણય કર્યો નથી કારણ કે તેમણે પોતાના અંગત જીવન વિશે વાત કરવી પસંદ નથી અને અહીં સુધી કે પોતાના મિત્રોની સાથે પણ અંગત જીંદગીની ચર્ચા પસંદ કરતા નથી. અર્સલાને કહ્યું કે તેમની અંગત જીંદગી સારી છે અને કામની જીંદગી પણ સારી છે. સાથે જ ના તો તે કંઇ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી અને ના તો પોતાની અંગત જીંદગીને લઇને કોઇના પ્રત્યે જવાબદેહ છે. અર્સલાને કહ્યું કે હું તેનો શો બનાવવા માંગતો નથી. હું તે વ્યક્તિ બનવા માંગતો નથી. એક અભિનેતાના રૂપમાં, મારી અંગત જીંદગી છે જે અમારી પાસે બચી છે. જો હું તેની સાથે જઇ રહ્યો છું, તો હું તે પાર્ટીમાં તેનાથી અલગ થઇને એન્ટ્રી કરીશ નહી. જે છે સામે છે. આ ઉપરાંત એક્ટરે એ પણ જણાવ્યું કે સુજૈન અને અર્સલાન તાજેતરમાં જ રજાઓ માણવા માટે કેલિફોર્નિયા ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news