શું છે આ Moye Moye? જેને સોશિયલ મીડિયા પર મચાવી મૂકી છે ધમાચકડી
Moye Moye song: `મોયે મોયે` (Moye Moye) ગીત આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, પરંતુ શું તમે જાણો છો કે `મોયે મોયે` ગીત ક્યાંથી આવ્યું? આ ગીત હકિકતમાં એક સર્બિયન ગીત છે, જેના બોલ ખરેખર `મોયે મોરે` (Moye More) છે. આ ગીત સર્બિયન ગાયક અને ગીતકાર તેયા ડોરાએ ગાયું છે.
Moye Moye trends: સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કોઈને ખબર નથી. અવારનવાર અહીં અલગ-અલગ પ્રકારના ગીતો અને ડાન્સના વીડિયો વાઈરલ થાય છે, ત્યારબાદ તે ટ્રેન્ડ બની જાય છે અને પછી તેના પર વીડિયો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. હાલમાં, 'મોયે મોયે' (Moye Moye) તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેના પર રીલ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ શું તમે જાણો છો કે આ 'મોયે મોયે' શું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે?
ગૌતમભાઇની કંપનીએ ગુજરાત ગોડું કર્યું, રોકાણકારો શેર કરી ખરીદવા કરી રહ્યા છે પડાપડી
9 O, 9M, 0R અને 8W! શું તમે ક્યારેય આવું બોલિંગ પ્રદર્શન જોયું છે? આવે છે નવો સ્પિનર
જોકે આ સર્બિયન ગીત છે. હકિકતમાં આ ગીત ‘મોયે મોરે’ (Moye More) છે, પરંતુ ભારતમાં તેને ‘મોયે મોયે’ (Moye Moye) તરીકે ઉચ્ચારવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ ગીતનો ક્રેઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok થી શરૂ થયો હતો અને પછી થોડા દિવસોમાં તે Instagram, Facebook, Twitter અને YouTube જેવા અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ ગયો હતો. આ ગીતે વિશ્વભરના દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.
Baba Vanga: ઈન્દિરા ગાંધીની હત્યાની આગાહી કરનાર વેંગાએ 2024 માટે આપી છે આ ચેતવણીઓ
શનિદેવનો ગુસ્સો આસમાને ચઢશે: પળવારમાં ગરીબ બનાવી દેશે, ભૂલથી પણ આ કાર્યો ના કરતા
અહેવાલો અનુસાર, ત્રણ મિનિટનું આ વાયરલ ગીત 'મોયે મોરે' સર્બિયન ગાયક અને ગીતકાર તેયા ડોરાએ ગાયું છે. જો કે આ ગીતનું અસલી નામ ‘મોયે મોરે’ કે ‘મોયે મોયે’ નથી પરંતુ ગીતનું ઓફિશિયલ શીર્ષક ‘ડઝાનમ’ (Dzanum) છે. આ ગીતના બોલ સર્બિયન રેપર સ્લોબોદાન વેલ્કોવિક કોબીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે લોકા જોવાનોવિકે તે ધૂન તૈયાર કરી છે, જે હવે લોકોના મનમાં છવાઈ ગયું છે. આ ગીતને યુટ્યુબ પર 57 મિલિયન એટલે કે 5.7 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.
આંખો પહોળી કરી દેશે દુનિયાના આ 7 મોટા ધાર્મિક સ્થળ, એકવાર લેજો અચૂક મુલાકાત
Jain Temple: જાણો રાજસ્થાની જૈન મંદિરની એવી આશ્વર્યજનક વાતો, જાણશો તો ઉડી જશે હોશ
ગીતનો અર્થ શું છે?
રિપોર્ટ્સ અનુસાર, સર્બિયામાં 'મોર' નો અર્થ 'દુઃસ્વપ્ન' એટલે કે ખરાબ સપનું થાય છે. આ ગીતમાં અધૂરી આકાંક્ષાઓની પીડા, નિરાશા વચ્ચે ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સંઘર્ષ અને વારંવાર આવતા દુઃસ્વપ્નો સામે લડતા, નિરાશા અને એકલતાની લાગણીની કહાની દર્શાવવામાં આવી છે. ભલે લોકોને આ ગીતનો અર્થ ખબર ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ચોક્કસ સનસનાટીભર્યું બની ગયું છે.
ખાવાના શોખીન છો તો જરૂર ટ્રાય કરો આ 14 સ્વાદિષ્ટ ભારતીય થાળી, જોતાં મોંઢામાં આવી જશે પાણી
જાણો શરીરના દુખાવા માટે યોગાસનના 7 અદભૂત ફાયદા, માનસિક સ્વાસ્થ્યમાં થશે સુધારો