બાબા વેંગાની ભવિષ્યવાણીઓ! ઈન્દિરા ગાંધીની હત્યાની આગાહી કરનાર વેંગાએ 2024 માટે આપી છે આ ચેતવણીઓ

Baba Vanga latest news: જ્યારે બાબા વેંગા 12 વર્ષના હતા ત્યારે તેમણે તેમની બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. ત્યારથી તેમણે ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે તેમની 85 ટકા આગાહીઓ સાચી સાબિત થઈ છે.

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ! ઈન્દિરા ગાંધીની હત્યાની આગાહી કરનાર વેંગાએ 2024 માટે આપી છે આ ચેતવણીઓ

Baba Vanga 2024 Predictions: વર્ષ 2023 પૂરું થવામાં છે. 2023નું વર્ષ વિશ્વ માટે કેટલાક મામલામાં સારું અને કેટલાક મામલામાં ખરાબ રહ્યું. વર્ષ 2024 કેવું રહેશે તેના માટે વિવિધ પ્રકારની આગાહીઓ સામે આવી રહી છે. કેટલાક આધુનિક ભવિષ્યવેત્તાઓ એવા છે જેઓ નવા વર્ષ સાથે સંબંધિત ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે, જ્યારે કેટલીક જૂની આગાહીઓ છે જેનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. બાબા વેંગાની આગાહીઓ પણ આમાંની એક છે. બાબા વેંગાએ કથિત રીતે 9/11ના હુમલા અને પોતાના મૃત્યુંની આગાહી કરી હતી. બલ્ગેરિયાના બાબા વેંગાનું 1996માં 84 વર્ષની વયે અવસાન થયું હતું.

બાબા વેંગાએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓ પણ કરી હતી. ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારને મંજૂરી આપી હતી. ઓપરેશન બ્લુ સ્ટાર બાદ તે પોતાના જ અંગરક્ષકોના નિશાના પર આવ્યા હતા. 31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકોએ ગોળી મારી હતી. બાબા વેંગાએ 1969માં કહ્યું હતું કે, 'યુનિફોર્મ તેમનો નાશ કરશે. હું ધુમાડા અને આગમાં નારંગી-પીળો ડ્રેસ જોઉં છું.' જે દિવસે ઈન્દિરા ગાંધીને ગોળી વાગી હતી તે દિવસે તેમણે કેસરી રંગની સાડી પહેરી હતી.

બાળપણમાં ગુમાવી દીધી હતી આંખો
જ્યારે બાબા વેંગા 12 વર્ષના હતા ત્યારે તેમણે તેમની બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. ત્યારથી તેમણે ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે તેમની 85 ટકા આગાહીઓ સાચી સાબિત થઈ છે. 1989માં બાબા વેંગાએ કહ્યું હતું કે લોખંડનું પક્ષી બિલ્ડિંગ સાથે અથડાશે. નિર્દોષોનું લોહી વહાવવામાં આવશે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ કરનારાઓ કહે છે કે તે જે સ્ટીલ પક્ષીની વાત કરે છે તે અલ કાયદા દ્વારા અપહરણ કરાયેલું વિમાન છે.

2024 માટે બાબા વેંગાની આગાહીઓ
વર્ષ 2024 સંબંધિત બાબા વેંગાની ભવિષ્યવાણી ડરામણી છે. એક આગાહી મુજબ આવતા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ થઈ શકે છે.
બાબા વેંગાએ યુરોપમાં આતંકવાદી હુમલા વધવાની ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે કોઈ મોટો દેશ આવતા વર્ષે જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરી શકે છે.

બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી વર્ષ 2024માં આર્થિક સંકટ વિશે છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરશે. દેવું અને ભૌગોલિક રાજકીય તણાવ આના કારણો હોઈ શકે છે.
વર્ષ 2024 માટે તેમણે ભયંકર હવામાન સંબંધિત ઘટનાઓને લઈને ચેતવણી આપી છે.
જો કે, એક સારી આગાહી પણ છે, જે મુજબ આવતા વર્ષે કેન્સર અને અલ્ઝાઈમર જેવા અસાધ્ય રોગોની સારવાર મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news