બેસણામાં રડવા માટે આ અભિનેતાને ઓફર કરાતા હતા લાખો રૂપિયા, કિસ્સો જાણીને તમને પણ લાગશે નવાઈ!
કોઈના સારા પ્રસંગમાં હાજરી આપી કલાકારો ત્યા પર્ફોમન્સ આપતા અને પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દેતા. તમે ક્યારેક સાંભળ્યું કે કોઈ કલાકારને કોઈની અંતિમવિધિ કે બેસણામાં હાજરી આપવા માટે લાખો રૂપિયાની ઓફર કરાઈ હોય.
મુંબઇ: બોલિવુડ (Bollywood) માં આજથી નહીં પરંતું વર્ષોથી ફિલ્મી સિતારાઓને લગ્ન પ્રસંગ કે પાર્ટીમાં હાજરી આપવા માટે લાખો-કરોડો રૂપિયા આપવામાં આવતા. કોઈના સારા પ્રસંગમાં હાજરી આપી કલાકારો ત્યા પર્ફોમન્સ આપતા અને પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દેતા. તમે ક્યારેક સાંભળ્યું કે કોઈ કલાકારને કોઈની અંતિમવિધિ કે બેસણામાં હાજરી આપવા માટે લાખો રૂપિયાની ઓફર કરાઈ હોય.
બેસણામાં હાજર રહેવા માટે રૂપિયાની કરાઈ ઓફર
આ વાત સાંભળવામાં નવાઈ પમાડે તેવી છે, પરંતું હકિકત છે, બોલિવુડ એકટર ચંકી પાંડે (Chunky Pandey) ને આવી ઓફર મળી ચૂકી છે. બેસણા (funeral) માં હાજર રહેવા માટે ચંકી પાંડે (Chunky Pandey) ને સારી એવી રકમ ઓફર કરાઈ હતી. આ વાતનો ચંકી પાડેએ જ ખુલાસો કર્યો છે. ચંકી પાંડે (Chunky Pandey) એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2009માં મુલુંદની બિઝનેસમેન ફેમિલીએ તેને આવી ઓફર કરી હતી.
જેના હાથ પીઠીથી થવાના હતા પીળા પણ લોહીથી થયા લથબથ, લગ્નના માંડવે ગવાયા મરશિયા
ચંકી પાંડેએ ઓફરને લાત મારી દીધી
ચંકી પાંડે (Chunky Pandey) એ આ વાતને વિસ્તારથી જણાવી હતી. તે પરિવાર ઈચ્છતો હતો કે તે બેસણામાં હાજરી આપું, થોડુ ઘણું રડવાનું નાટક કરું અને ત્યારબાદ ત્યા ખૂણામાં ઉભો રહું. મેં આ ઓફરને તરત જ લાત મારી દીધી. પરંતું પરિવારની હાલત જોઈને ત્યા પોતાની જગ્યાએ બીજાને મોકલી દીધા.
શોકસભામાં હાજર રહેવાના 5 લાખ રૂપિયા
ચંકી પાંડે (Chunky Pandey) એ તેની જગ્યાએ કોને મોકલ્યા હતા તેનો ખુલાસો કર્યો નહોંતો.. કોઈ શોકસભામાં થોડીવાર માટે હાજરી આપવા માટે 5 લાખ રૂપિયા મળે તે ઓછા ન કહેવાય. ચંકી પાંડે સાથે જોડાયેલો કિસ્સો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. લોકો આ વાત જાણીને નવાઈ તો પામે છે પણ સાથે સાથે લોકોએ કિસ્સાની મજા પણ લીધી. ચંકી પાંડે કેટલો સહજ અભિનેતા છે તે આ કિસ્સા પરથી જાણી શકાય છે. ક્યારેક પોતાના પર બનતા જોક્સ કે મજાકને ચંકી પાંડેએ ગંભીરતાથી લીધા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube