નવી દિલ્હી: બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને પત્ની ગૌરી ખાન (Gauri Khan) હાલમાં પોતાના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ના ડ્રગ્સ કેસમાં ફસાવવાનું કારણ ચર્ચામાં છે. પુત્રના કેસમાં જામીનને લઇને લાંબા સમયથી પ્રયત્નો ચાલુ છે. આ અમે તમને એક એવો કિસ્સો સંભળાવીશું જ્યારે ગૌરીના ભાઇએ SRK ને બંદૂકની અણીએ ધમકાવ્યા હતા. જોકે શાહરૂખ અને ગૌરીના પ્રેમથી માંડીને લગ્ન સુધીના રોમાંચક અને પડકારજનક સફરની અઢળક કહાનીઓ અત્યાર સુધી સામે આવી ચૂકી છે. આજે અમે તમને એવી ઘટના જણાવે છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંદૂક બતાવી આપી હતી ધમકી
જે દિવસોમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan), ગૌરી ખાન (Gauri Khan) ના પ્રેમમાં દિવાના હતા અને તેમની સાથે લગ્ન કરવાનું મન બનાવી ચૂક્યા હતા. તે દિવસો દરમિયાન ગૌરીના ભાઇએ તેમને ધમકાવ્યા હતા. અહીં સુધી કે તેમણે શાહરૂખ ખાનને ગૌરી સાથે લગ્ન કરતાં રોકવા માટે બંદૂક બતાવીને ધમકી આપી હતી. 

Petrol-Diesel Price પર સૌથી મોટી અપડેટ! 150 રૂપિયા સુધી મોંઘું થઇ શકે છે પેટ્રોલ


ગૌરીની માતા પણ શાહરૂખને કરતી હતી નાપસંદ
ગૌરીના પરિવારે શાહરૂખ-ગૌરીના પ્રેમથી ખૂબ વાંધો હતો. શાહરૂખ ખાન પર લખવામાં આવેલા એક પુસ્તક  'King of Bollywood: Shah Rukh Khan and the Seductive World of Indian Cinema' માં પત્રકાર અનુપમા ચોપડાએ શાહરૂખ અને ગૌરીની સામે આવેલા પડકરો વિશે લખ્યું છે.  


ગૌરીના પિતાને હતી સમસ્યા
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ગૌરીના પિતા રમેશ છિબ્બરને શાહરૂખ ખાનના ધર્મના બદલે તેમના એક્ટિંગ કેરિયર સામે વાંધો હતો. શાહરૂખના ટેલિવિઝન સીરિયલ 'દૌજી' ને સફળતા મળી ચૂકી હતી અને તે મશહૂર પણ થઇ ચૂક્યા હતા. તો બીજી તરફ ગૌરીના પિતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ જાકિર હુસૈનની સાથે કામ કરતી વખતે તે ફિલ્મ સ્ટારની જીંદગીથી વાકેફ થઇ ગયા હતા. એટલું જ નહી ગૌરીની માતા સવિતા પણ 'શાહરૂખ'ને ભાવિ જમાઇના રૂપમાં નાપસંદ કરતી હતી. જોકે તે શાહરૂખ ખાનને સ્ક્રીન પર જોવાનું પસંદ કરતી હતી. ત્યારે તેમણે એક જ્યોતિષ પાસે સલાહ લીધી હતી કે આ બંનેના સંબંધને કેવી રીતે ખતમ કરવામાં આવે પર6તુ તેનાથી કોઇ ફાયદો થયો નહી. 

TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં


ત્યારે, ભાઇએ બતાવી હતી બંદૂક
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ગૌરીના મોટાભાઇ વિક્રાંતને પણ પોતાની બહેનની આ પસંદ ગમી ન હતી. વિક્રાંતની છબિ એક ગુંડાની હતી. તેમણે શાહરૂખ ખાનને ડરાવવા માટે બંદૂક પણ બતાવી પરંતુ શાહરૂખ તો પણ ડગ્યા નહી. 


આ દિવસે કર્યા હતા લગ્ન
આખરે શાહરૂખ ખાન અને ગૌરીએ 25 ઓક્ટોબર 1991 ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલને ત્રણ બાળકો- આર્યન, સુહાના અને અબરામ છે. ગૌરી ઇંટીરિયર ડિઝાઇનર છે અન એક સફળ બિઝનેસવૂમન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube