Aishwarya Rai: ફિલ્મ જગતમાં એશ્વર્યા રાય બચ્ચન ઘણા વર્ષોથી સક્રિય છે. ઐશ્વર્યા રાય અત્યાર સુધીમાં અનેક બોલીવુડ ફિલ્મોમાં અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. એશ્વર્યા રાય બચ્ચને ઘણી બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષો પહેલા એક સમયે એવો આવ્યો હતો કે એશ્વર્યા રાયના હાથમાંથી મોટા મોટા પ્રોજેક્ટ છીનવી લેવામાં આવ્યા હતા ? એશ્વર્યા રાયે આ અંગે એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી. તેનું કહેવું હતું કે તેના હાથમાંથી જે ફિલ્મો છીનવાઈ તેની પાછળ ઇન્ડસ્ટ્રીમાં ચાલતું પોલિટિક્સ જવાબદાર હતું. આ ઇન્ટરવ્યૂ એશ્વર્યા રાયે વર્ષો પહેલા સિમી ગરેવાલને આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કંગના રનૌતને મળી ગયો સપનાનો રાજકુમાર... સોશિયલ મીડિયા પર કરી દીધી રિલેશનશીપની ઘોષણા


સિમી ગરેવાલ સાથેની વાતચીતમાં એશ્વર્યા રાયે એ વાતની પુષ્ટિ કરી હતી કે તેને પાંચ ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવી હતી. સિમી ગરેવાલે ઐશ્વર્યા રાયને પૂછ્યું હતું કે વીર ઝારા ફિલ્મ જે ઐશ્વર્યાને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવી હતી તે અને શાહરુખ ખાન સાથેની અન્ય પાંચ ફિલ્મો જે બનવાની હતી તેનું અચાનક શું થયું ? આ પ્રશ્નના જવાબમાં એશ્વર્યા રાયે જણાવ્યું હતું કે શાહરુખ ખાન અને તે એક સાથે પાંચ ફિલ્મો કરવાના હતા જેમાં વીર ઝારા, ચલતે ચલતે અને અન્ય ત્રણ ફિલ્મોનો સમાવેશ થતો હતો. પરંતુ અચાનક જ બેક ટુ બેક પાંચ ફિલ્મોમાંથી ઐશ્વર્યા રાયને રિપ્લેસ કરી દેવામાં આવી. 


આ પણ વાંચો: આર્યા સીઝન 3 આ દિવસથી થશે ઓટીટી પર સ્ટ્રીમ, દમદાર ટ્રેલર પણ થયું રિલીઝ


એશ્વર્યા રાયે આ ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મોમાંથી બહાર નીકળવાનો તેનો નિર્ણય ન હતો. તેને બેક ટુ બેક ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવી હતી. જેમાંથી વીર ઝારામાં પ્રિટી ઝિન્ટાને કાસ્ટ કરવામાં આવી અને ચલતે ચલતે ફિલ્મમાં રાની મુખર્જીને કાસ્ટ કરી લેવામાં આવી. 


જોકે આ ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયે ભલે સલમાન ખાનનું નામ ન લીધું પરંતુ તે સમયે સલમાન ખાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ થયું હતું જેના કારણે શાહરુખ ખાન સાથે પણ કેટલાક વિવાદો થયા હતા પરિણામે એશ્વર્યાને કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મોથી હાથ ધોવા પડ્યા હતા.