The Kapil Sharma Show: ટીવી પર આવતા શોમાંથી ધ કપિલ શર્મા શો લાખો લોકોનો ફેવરેટ શો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ શો પણ ચર્ચામાં છે. તાજેતરમાં જે સીઝન શરૂ થઈ છે તેમાં શોના ઘણા જુના કલાકારો જોવા મળતા નથી અને નવા કલાકારોની એન્ટ્રી થઈ છે. જેના કારણે શોની લોકપ્રિયતાને પણ અસર થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતની સીઝનમાંથી ચંદન પ્રભાકર, ક્રિષ્ના અને ભારતી સિંહની બાદબાકી થઈ છે. આ પહેલા શોને અલી અસગર, ઉપાસના સિંહ અને સુનિલ ગ્રોવર છોડી ચૂક્યા છે. આ કલાકારો શો શા માટે છોડી રહ્યા છે તે અંગે કપિલ શર્માએ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન જવાબ આપ્યો હતો.


આ પણ વાંચો:


અજય દેવગનની ફિલ્મ મૈદાનનું ટીઝર રિલીઝ, રિલીઝ થયાની સાથે જ વીડિયો થયો વાયરલ


ભોલા ફિલ્મ જોનાર દર્શકોને અભિષેક બચ્ચને આપી સરપ્રાઈઝ, પાર્ટ 2માં અભિષેક બનશે વિલન


પરિણીતી ચોપડા ટુંક સમયમાં બનશે રાઘવ ચઢ્ઢાની દુલ્હન, સિંગર હાર્ડી સંધુએ કર્યો ધડાકો


કપિલ શર્માએ જણાવ્યું હતું કે આ પ્રશ્ન એ લોકોને પૂછવામાં આવે જેમણે શો છોડ્યો છે. સુનિલ ગ્રોવર સાથે લડાઈ થઈ હતી તે વાત બધાને ખબર છે. ભારતી સિંહ પાસે હાલ સમય નથી, તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે અને તે પોતાના માટે કામ કરી રહી છે. 


તેણે વધુમાં કહ્યું હતું કે કૃષ્ણા અભિષેક આજે પણ તેનો સારો મિત્ર છે. જે સુનિલ સાથે થયું તે કેટેગરીમાં બધાને રાખી ન શકાય. જે કલાકારોએ શો છોડ્યો છે તેમને કોન્ટ્રાક્ટ સંબંધિત કેટલાક પ્રશ્નો છે જેમાં તેનો કોઈ રોલ નથી.