નવી દિલ્હી : જો કોઈ મોટી ઉંમર સુધી લગ્ન ન કરે તો સામાન્ય રીતે તેના માટે અનેક અફવાઓ ઉડવા લાગે છે. અથવા તો આસપાસના લોકો તેના લગ્ન ન કરવાના કારણોને શોધવા લાગે છે. ખાસ કરીને તે વ્યક્તિ કોઈ બોલિવુડ સેલિબ્રિટી હોય. અહીં વાત દબંગ સલમાન ખાનની નથી, પરંતુ ટેલિવુડ અને બોલિવુડ બંને પડદે જમાવટ કરનારા સુપરહિટ ફિલ્મ મેકર એક્તા કપૂરની છે. જે ઉંમરમાં લોકો લગ્ન કરીને ઘર વસાવવાની વાત કરે છે, તે સમયે એક્તા કપૂર પોતાના કામમાં એટલી બિઝી થઈ ગઈ છે કે, તેને શું છુટી જાય તે જોવોના સમય જ નથી રહેતો. એક પ્રાઈવેટ ઈવેન્ટમાં એક્તાએ પોતાના લગ્ન ન કરવાનું કારણ પત્રકારો સામે વ્યક્ત કર્યું, ત્યારે બધા ચોંકી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પપ્પાના કહેવાથી ન કર્યા લગ્ન
એકતા કપૂરે જ્યારે પોતાના લગ્ન ન કરવાનું રહસ્ય ઉજાગર કર્યું, તો બધા સાંભળીને દંગ રહી ગયા. કેમ કે, એક્તાએ જણાવ્યું કે, તેણે પોતાના પિતા જિેતન્દ્રના કહેવા પર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે, પપ્પાએ મને કહ્યું હતું કે, લગ્ન કરો અથવા તો કામ કરો. બંને એકસાથે થઈ શક્તુ નથી. તેથી મેં બંનેમાંથી કામ પર પસંદગી ઉતારી. કેમ કે, બાળપણથી જ તેમણે મને ફિલ્મ મેકર બનવાના સપના બતાવ્યા હતા.



ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન ટેલિવિઝનને એક નવા મુકામ પર પહોંચાડવામાં એકતા કપૂરનું મોટું યોગદાન છે. ભારતમાં ડેઈલ સોપને મોટા પાયે લાવનારમાં એક્તા કપૂરનો મોટો રોલ છે. હાલ પણ તેની પ્રોડક્શન કંપની અંદાજે 10 ટીવી શો બનાવી રહી છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ એક્તાએ ઘણી સફળતા મેળવી છે. હાલ તેની 5 ફિલ્મો ફ્લોર પર છે.