Drugs Case: આ બોલીવુડ અભિનેત્રીએ નિભાવી શાહરૂખ સાથે મિત્રતા, મુશ્કેલ સમયમાં પડખે રહી, પુત્રના જામીન માટે કરી મદદ
શાહરૂખ ખાને બોલીવુડમાં જબરદસ્ત ફેમ અને દોમ દોમ સાહિબી સાથે કેટલાક એવા સંબંધો પણ મેળવ્યા છે જે તેને ખરાબ સમયમાં કામે લાગ્યા. આવો જ એક સંબંધ છે બોલીવુડની ચુલબુલી અભિનેત્રી સાથેનો વર્ષો જૂનો મિત્રતાનો સંબંધ. બંને વચ્ચે ખુબ ગાઢ મિત્રતા છે. એવી દોસ્તી કે આર્યનના જામીન પર જ્યારે કોકડું ગૂંચવાયું ત્યારે આ અભિનેત્રી કશું પણ વિચાર્યા વગર કોર્ટમાં પહોંચી ગઈ અને તેના માટે સાક્ષી બની.
એક સાચા મિત્રની ઓળખ મુશ્કેલીમાં થાય છે. સારા સમયમાં તો બધા સાથ આપે છે. પરંતુ જે મુશ્કેલીમાં પડખે રહે તે જ સાચો મિત્ર. આ વાત બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાએ સાબિત કરી દીધી. જે મુશ્કેલ ઘડીમાં ઈન્ડસ્ટ્રીના ભલ ભલા મોટા માથા કે જેઓ શાહરૂખને પોતાનો મિત્ર ગણાવતા હતા તે શાહરૂખ ખાનથી અંતર જાળવવા લાગ્યા ત્યારે જુહી ચાવલાએ મિત્રતા નિભાવીને એક મિસાલ આપી.
શાહરૂખનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ હતો. પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે શાહરૂખ ખાન ભૂખ્યો તરસ્યો બધુ છોડીને દિવસ રાત કાર્યરત હતો. જ્યારે જામીન મળ્યા તો જ્યાં બાકીના લોકો જામીન પર પોતાનો મત આપવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે જુહી ચાવલા જામીનનો ઓર્ડર મળતા જ કોર્ટ પહોંચી અને આર્યન માટે એક લાખનો બેલ બોન્ડ જમા કરાવ્યો. જુહી ચાવલાના આ કામના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થયા. લોકોએ તેને શાહરૂખ ખાનની સાચી મિત્ર ગણઆવી.
Asaduddin Owaisi નું આર્યન ખાન પર મોટું નિવેદન, કહ્યું- જેની પાસે પૈસો હોય...'
ત્યારબાદ જુહી ચાવલા અને શાહરૂખ ખાને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી, જેમાં યસ બોસ, ડુપ્લીકેટ, રાજુ બન ગયા જેન્ટલમેન અને કભી હાં કભી નાં જેવી ફિલ્મો પણ સામેલ છે. સાથે કામ કરતા કરતા જુહી અને શાહરૂખનું પ્રોફેશનલ બોન્ડિંગ તો મજબૂત થયું જ સાથે મિત્રતા પણ થઈ ગઈ.
Viral PICS: આ અભિનેત્રીઓની 'અંગત પળો'ની તસવીરો લીક થતા જ હાહાકાર મચ્યો હતો, જોઈને તમે પણ સ્તબ્ધ થશો
શાહરૂખે જુહી ચાવલાને ખુબ મુશ્કેલ ઘડીમાં સાથ આપ્યો હતો અને આ વાત તે ક્યારેય ભૂલી નહીં. ત્યારબાદ શાહરૂખ ખાન જુહી ચાવલા માટે સ્પેશિયલ બની ગયો. જુહીએ કહ્યું હતું કે 'શાહરૂખ ખાન સ્પેશિયલ હતો કારણ કે તેણે મારી જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાં મારી મદદ કરી હતી.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube