Asaduddin Owaisi નું આર્યન ખાન પર મોટું નિવેદન, કહ્યું- જેની પાસે પૈસો હોય...'

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ આર્યન ખાન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. 

Asaduddin Owaisi નું આર્યન ખાન પર મોટું નિવેદન, કહ્યું- જેની પાસે પૈસો હોય...'

નવી દિલ્હી: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ હતો અને શનિવારે જ તેનો માંડ માંડ છૂટકારો થયો. આવામાં ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ આર્યન ખાન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. 

આર્યન કેસ પર બોલ્યા ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે જેની પાસે પૈસો છે તેના પુત્રને જામીન પણ મળી જાય છે અને જામીનની હિયરિંગ પણ થઈ જાય છે. મહારાષ્ટ્રમાં દલિત અને મુસલમાનો વિરુદ્ધ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે તેમના વિશે કોણ બોલશે? મારે આ પૈસાવાળાઓ સાથે કઈ લેવાદેવા નથી, પૈસાથી જ આપણને ન્યાય મળશે કે શું?

28 દિવસ બાદ થયો આર્યનનો છૂટકારો
અત્રે જણાવવાનું કે બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો શનિવારે 28 દિવસ બાદ જેલમાંથી છૂટકારો થયો છે. ઘર વાપસી દરમિયાન આર્યન ખાન તેના પિતા શાહરૂખ ખાનની ગાડીમાં બેસીને મન્નત પહોંચ્યો હતો.

આર્યનને લેવા માટે શાહરૂખ ખાન જેલ પહોંચ્યો હતો
મુંબઈ ડ્રગ્સ કેસમાં ફસાયેલો આર્યન ખાન સવારે 11 વાગે આર્થર રોડ જેલથી બહાર નીકળ્યો. તેને લેવા માટે શાહરૂખ ખાન પોતે આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. શાહરૂખ ખાનની રેન્જ રોવર ગાડી જેલના ગેટ પર લાગેલી હતી અને આર્યન ખાન જેલના ગેટમાંથી નીકળીને સીધો ગાડીમાં જઈ બેસી ગયો. શાહરૂખનો કાફલો લીલાવતી હોસ્પિટલથી થઈને લગભગ અડધા કલાકમાં એટલે કે 11.30 વાગે મન્નત એટલે કે તેના ઘરે પહોંચ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news