નવી દિલ્હી: જ્યારે તમે શીખવાળ્યું હોય અને કોઇ શિષ્ય ઘણો આગળ નિકળી જાય ત્યારે ગુરૂને ગર્વનો અનુભવ થતો હયો છે. હાલમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સક્સેસ બાદ બોલીવુડના સુપર સ્ટાર મેકર કરણ જોહર પણ આ અનુભવ કરી રહ્યાં છે. 6 વર્ષ પહેલા ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવનને લોન્ચ કરનાર ફિલ્મ નિર્માતા કરણ જોહરે કહ્યું કે તેમને ગર્વ અનુભવ થાય છે કે આ ત્રણેય તેમના કરિયરને બનાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાચવાં માટે ક્લિક કરો: #Me Too: જાતિય શોષણના આરોપો બાદ દીપિકાના પૂર્વ મેનેજરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ


પુનીત મલ્હોત્રા માર્ગદર્શિત ફિલ્મને છ વર્ષ પૂરા થયા પર શુક્રવારે કરણ જોહરે ફિલ્મને બ્લોકબસ્ટર થવા માટે કલાકારોનો આભર વ્યક્ત કર્યો છે. કરણે ટ્વિટ કરી લખ્યું હતું કે, ‘સિદ્ધાર્થ, વરૂણ અને આલિયા પર ગર્વ છે. ફિલ્મને ખાસ બનાવવા માટે તમારો આભાર.’ આ વાત પણ જાણવા જેવી છે કે આલિયા અને કરણ જોહરના સંબંધ માત્ર બોલીવુડ પ્રોફેશનલ્સ સાથે સંકળાયેલા નથી પરંતુ કરણ સમયાંતરે આલિયાને તેમની મોટી દીકરીનો હોદ્દો આપતો રહ્યો છે. આલિયા પણ આ સંબંધને સારી રીતે નિભાવી રહી છે.


આગામી ફિલ્મ "બાઝાર"ના પ્રમોશન માટે સૈફ અલી ખાન બન્યો અમદાવાદનો મહેમાન


થોડા દિવસે પહેલા કરણની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’એ તેના 20 વર્ષ પૂરા કર્યા છે. કાજોલ, રાની મુખર્જી અને શાહરૂખ ખાન સ્ટાર્સ આ ફિલ્મને ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. આ સફળતાના 20 વર્ષ પૂરા થવા પર કરણ ભાવુક જોવા મળ્યો હતો. આ સમય પર સંપૂર્ણ ટીમે તેમની ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યાદો શર કરી હતી.


વાચવાં માટે ક્લિક કરો: બધાઇ હો મૂવી રિવ્યૂ: બેક ટુ બેક મનોરંજક મૂવીઝ માટે બોલિવૂડને 'બધાઇ હો' !


તમને જણાવી દઇએ કે ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર’નું નિર્ણાણ ધર્મા પ્રોડક્શન્સે કર્યું હતું. હવે તેની સીક્વલ પણ બનાવવા જઇ રહ્યા છે. જેમાં ચન્કી પાન્ડેની પૂત્રી અનન્યા, બેલી ડાન્સર તારા સુતરિયા અને ટાઇગર શ્રોફ જોવા મળશે.


બોલીવુડના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...