11 સપ્ટેમ્બરના રોજ મલાઈકા અરોરાના પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો. બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ અભિનેત્રીના પિતા અનિલ મહેતાએ પોતાના ઘરની બાલકનીમાંથી મોતની છલાંગ લગાવી. આ સમાચાર જેવા પરિવારને મળ્યા કે બધા આઘાતમાં સરી પડ્યા. મલાઈકા-અમૃતા અને તેની માતા જોયસ હાલ અનિલ મહેતાના નિધનથી ગમમાં ડૂબેલા છે. 12 સપ્ટેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસા
મલાઈકાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. તેમના મોતનું કારણ શરીરમાં થયેલી ઈજાઓ જણાવાયું છે. સૂત્રો મુજબ અનિલ સીધા ઊભા રહીને બિલ્ડિંગની બાલ્કનીમાંથી નીચે કૂદ્યા હતા. જેના કારણે તેમના બંને પગનું હાડકું તૂટી ગયું હતું. શરીરમાં અનેક ઈજાઓ થવાના કારણે તેમનું મોત થયું હતું. પોલીસ તપાસમાં પણ અનિલ મહેતાના મોતને લઈને અનેક ખુલાસા થયા છે. પોલીસે મલાઈકા, અમૃતા અને તેમની માતાનું નિવેદન નોંધ્યુ છે. ત્યારબાદ સામે આવ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા અનિલ મહેતા થોડા પરેશાન હતા. તેમણે 11 સપ્ટેમ્બરે આત્મહત્યાવાળા દિવસે સવારના સમયે તેમની બંને પુત્રીઓને ફોન કર્યા હતા. આ દરમિયાન તેઓ ઘણા પરેશાન હતા. 


પુત્રીઓ સાથે વાત કર્યા બાદ ફોન બંધ
મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે  ટાંકીને કહેવાયું છે કે અનિલ મહેતાએ બંને પુત્રીઓ સાથે વાત  કર્યા બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ  કર્યો હતો. મલાઈકા અને અમૃતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે તેમના પિતાએ ફોન પર કહ્યું હતું કે "I AM SICK AND TIRED" (હું બીમાર છું અને થાકેલો છું). ત્યારબાદ પરિવારના સભ્યોએ તેમને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ અનિલે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો. 


પોલીસે એ પણ જણાવ્યું કે દીકરીઓ સાથે વાત કર્યા બાદ અનિલ મહેતા સિગરેટ પીવાના નામ પર બાલ્કનીમાં ગયા અને ત્યાંથી સીધી નીચે છલાંગ લગાવી હતી. અનિલ મહેતા બાન્દ્રાના આયેશ મેનર  બિલ્ડિંગના છઠ્ઠા માળે રહેતા હતા.


અનિલ મહેતાના મોતના સમાચાર મળતા જ મલાઈકા અરોરાનો એક્સ હસબન્ડ અરબાઝ ખાન ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મલાઈકા પુના હતી અને સમાચાર મળતા જ ઘરે પહોંચી. આ મુશ્કેલ સમયમાં અર્જૂન કપૂર અને ખાન પરિવાર પણ જોવા મળ્યો. 12 સપ્ટેમ્બરની રાતે સલમાન ખાન પણ મલાઈકાના ઘરે પહોંચ્યો હતો. લગભગ 7 વર્ષ બાદ તે પોતાની એક્સ ભાભીને મળ્યો.