જોડિયા બહેનોની જેમ રહેતી રાની અને પ્રીટિની મિત્રતામાં આ કારણે આવી હતી દુશ્મનાવટ

એક સમય હતો, જ્યારે રાની મુખરજી (Rani Mukerji) અને પ્રીટિ ઝિંટા (Preity Zinta) એકદમ જુડવા બહેનોની જેમ સાથે રહેતી હતી. ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચૂપકે દરમિયાન રાની અને પ્રીટિની મિત્રતા ગાઢ બની હતી. આ મિત્રતા એવી હતી કે, આ ફિલ્મ દરમિયાન ક્યારેક સલમાન ખાન પણ નિગલેક્ટેડ અનુભવતો હતો. આ સમય દરમિયાન બંને એ ક્લાસની હિરોઈનો હતી. ટોપના હીરો સાથે કામ કરી રહી હતી. પરંતુ બંનેની મિત્રતામાં અચાનક દરાર આવી ગઈ.
ઝી મીડિયા/બ્યૂરો :એક સમય હતો, જ્યારે રાની મુખરજી (Rani Mukerji) અને પ્રીટિ ઝિંટા (Preity Zinta) એકદમ જુડવા બહેનોની જેમ સાથે રહેતી હતી. ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચૂપકે દરમિયાન રાની અને પ્રીટિની મિત્રતા ગાઢ બની હતી. આ મિત્રતા એવી હતી કે, આ ફિલ્મ દરમિયાન ક્યારેક સલમાન ખાન પણ નિગલેક્ટેડ અનુભવતો હતો. આ સમય દરમિયાન બંને એ ક્લાસની હિરોઈનો હતી. ટોપના હીરો સાથે કામ કરી રહી હતી. પરંતુ બંનેની મિત્રતામાં અચાનક દરાર આવી ગઈ.
કોણ આવ્યું બંનેની મિત્રતામાં...
હકીકતમાં, પ્રીટિ ઝિંટા હંમેશા પોતાને આઉટસાઈડર માનતી હતી. રાનીની મિત્રતાને કારણે કરણ જોહર અને શાહરૂખ ખાન સાથે તેની સારી મિત્રતા થઈ ગઈ હતી. પ્રીટિને હંમેશા લાગતુ હતં કે, રાની મુખરજી ઐશ્વર્યાને વધુ પસંદ કરે છે અને તેના વખાણ કરતી રહે છે.
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો
ઐશ્વર્યા અને રાની કરિયરની શરૂઆતમાં વર્લ્ડ ટૂરમાં સાથે જોવા મળી હતી. આ સમય દરમિયાન બંને એકબીજાની સારી ફ્રેન્ડ બની હતી. માનવામાં આવતું હતું કે, ભલે કંઈ પણ થઈ જાય, રાની પોતાની મિત્રતા ઐશ્વર્યા સાથે ક્યારેય નહિ તોડે. પરંતુ ફિલ્મોની કોમ્પિટિશનને કારણે બંને વચ્ચે દિવાલ ઉભી થઈ ગઈ.
જોડીઓનો ખેલ
ફિલ્મ ચલતે ચલતેમાં શાહરૂખ ખાને પહેલા ઐશ્વર્યા રાયને સાઈન કરી હતી. પરંતુ સલમાન ખાનના હંગામા બાદ એશને બદલે ફિલ્મ રાનીને આપવામાં આવી. એશ આ વાત ક્યારેય ભૂલી ન શકી. એશના ઝઘડા બાદ રાની પ્રીટિની સાથે આવી. પરંતુ કરણ જૌહરે જ્યારે પોતાની ફિલ્મ કલ હો ન હોમાં પ્રીટિને સાઈ કરી, તો રાની હટી ગઈ. તેને લાગતું હતું કે, શાહરૂખ તેનો સારો મિત્ર છે અને તેને પ્રમોટ કરશે. પણ એવું ન થયું.
યુનિફોર્મનો ઓટોરીક્ષા ફેડરેશને કર્યો વિરોધ, કહ્યું-હાલ રીક્ષાચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે
પ્રીટિના વખાણ રાની પચાવી ન શકી
રાની મુખરજીને લાગતું હતું કે, યશરાજ ફિલ્મના નિર્માતા-નિર્દેશક યશ ચોપરા તેને ફેવર કરે છે. યશ ચોપરાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ સમયની સૌથી બેસ્ટ એક્ટ્રેસ પ્રીટિ ઝિંટા છે. આ વાતનો રાનીને ધક્કો લાગ્યો હતો. તેના બાદ રાનીએ નક્કી કરી લીધું કે, તે મીનિંગફુલ ફિલ્મોમાં જ કામ કરશે. તેણે બ્લેક જેવી ફિલ્મ કરી. જે બોક્સ ઓફિસ પર બહુ જ ચાલી, અને ક્રીટિક્સે પણ તેને પસંદ કરી.
રાની મુખરજીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ બે હીરોઈન ફ્રેન્ડ બની શક્તી નથી. ભલે તમે એકબીજા માટે કેટલા પણ સારા હોવ. જેમ ફિલ્મોના ઓફરની વાત આવે છે તો તે એકબીજાની કોમ્પિટિટર બની જાય છે. જોક, પ્રીટિ ઝિંટાની મિત્રતા ગુમાવવાનો અફસોસ રાનીને આજે પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર