બાહુબલી પ્રભાસના લગ્ન ફાઇનલ, તારીખ અને કન્યાનું નામ જાણવા માટે કરો ક્લિક...
બોલિવૂડના બાહુબલી એવા સાઉથના સુપરસ્ટાર પ્રભાસના લગ્નની ફરી ચર્ચા ચાલી છે
મુંબઈ : બોલિવૂડના બાહુબલી એવા સાઉથના સુપરસ્ટાર પ્રભાસના લગ્નની ફરી ચર્ચા ચાલી છે. પ્રભાસના મામા ક્રિષ્ણન રાજુએ તેમના 79મા બર્થ ડે પર પ્રેસ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે પ્રભાસના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. તે સાહોની રીલીઝ પછી પરણી જવાનો છે. સાહો 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બાહુબલીની રીલીઝ વખતે પણ તેમણે કહ્યું હતું કે પ્રભાસ બાહુબલી પછી પરણી જશે. જો કે પ્રભાસ 40 વર્ષનો થઈ ગયો હોવાથી હવે તેના પરિવારજનો તેને પરણાવવા આતુર છે.
દયાબેન આવશે કે કાયમ માટે જશે? આ રહ્યો સાચો જવાબ
છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે પ્રભાસ અનુષ્કા શેટ્ટીને ડેટ કરી રહ્યો છે. પરંતુ બંનેએ ક્યારેય જાહેરમાં પોતાની રિલેશનશીપનો સ્વીકાર કર્યો નથી. તેમણે જાહેરમાં હંમેશા એમ જ કહ્યું છે કે તે સારા ફ્રેન્ડ્સ છે. પણ બંનેના ચાહકો ઈચ્છે છે કે તે પરણી જાય. જોકે અનુષ્કાએ સાહો કરવાની ના પાડી ત્યારે બંનેના બ્રેકઅપની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ પ્રભાસ ચોરીછુપીથી ભાગમતીના સેટ્સ પર અનુષ્કાને મળવા જતો હતો. આ ફોટોઝ વાઈરલ થતા બંનેના બ્રેક અપની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
પ્રભાસને નજીકથી ઓળખનારા કેટલાક લોકોનો દાવો છે કે તેના અરેન્જ મેરેજ હશે તો કેટલાકનું કહેવું છે કે તે રિલેશનશીપમાં છે જે તેણે સિક્રેટ રાખી છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે પ્રભાસ ચિરંજીવીની ભત્રીજી નિહારકા સાથે લગ્ન કરી લેવાનો છે. 24 વર્ષીય નિહારિકા એક એક્ટર અને પ્રોડ્યૂસર છે. તે એક્ટર-પ્રોડ્યૂસર નાગેન્દ્ર બાબુની પુત્રી અને તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીની ભત્રીજી છે. નિહારિકાએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2016માં કરી હતી. નિહારિકા તેલુગુ ડાન્સ રિયાલિટી શોના હોસ્ટની જવાબદારી પણ નિભાવી ચૂકી છે.