નવી દિલ્હી: વેલેન્ટાઇન્સ ડે વખતે નવોદિત એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરનો એક વીડિયો વાઇરલ બન્યો હતો. આ વીડિયોમાં તે આંખ મારતી જોવા મળે છે જેના પર આખા ભારતના યુવાનો ફીદા થઈ ગયા હતા. જોકે હવે આ આંખ મારવાના દ્રશ્ય (વિંક સીન) વિરુદ્ધ  જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અરજીમાં કહેવામાં આ્વ્યું છે કે ફિલ્મ 'ઉરૂ ઉદાર લવ'ના એક સીનમાં દર્શાવવામાં આવેલી પ્રિયાની આંખ મારવાની હરકત ઇસ્લામમાં હરામ છે. આ ગીત વિરુદ્ધ હૈદરાબાદના બે પક્ષોએ અરજી કરી છે. આ પહેલાં પણ મહારાષ્ટ્રના એક સ્થાનિક સંગઠને પ્રિયા પ્રકાશની આગામી ફિલ્મ 'ઉરૂ ઉદાર લવ'ના એક ગીતમાં મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના ડાયરેક્ટર ઓમર લુલુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ સિવાય હરિયાણાના ફતેહાબાદ શિક્ષણ વિભાગે ફરમાન જાહેર કરીને કહ્યું કે આવા વીડિયો સ્કૂલોમાં બાળકોને બતાવવામાં ન આવે.


વડોદરા પાસે જબરદસ્ત અકસ્માત, શોકિંગ વિગતો એક ક્લિક પર 


પ્રિયાએ તેની ફિલ્મના ગીતને લઇને ઉઠેલા વિવાદ પછી તેના વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆપને રદ કરવાની અરજી દાખલ કરી હતી. પ્રિયાએ પોતાની અરજીમાં કહ્યું છે આ ગીત 40 વર્ષ જૂનું છે અને અત્યાર સુધી તેના પર મુસ્લિમ સમુદાયે કોઇ વાંધો ઉઠાવ્યો નથી.