નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પોતાની આત્મકથા (Autobiography) લખી રહ્યા છે અને તેમનું આ પુસ્તક ઓક્ટોબર 2021માં પ્રકાશિત થશે. પ્રકાશન ગ્રુપ હાર્પર કોલિંગ ઇન્ડીયાએ મંગળવારે તેની જાહેરાત કરી છે. એક નિવેદનમાં અભિનેતાએ કહ્યું કે જીવનમાં પાછળ વળીને જોવું, યાદ કરવું અને સમય સાથે ખોવાઇ જનાર આ વાતોને નોંધવી સારી વાત છે. તો બીજી તરફ સૈફની આત્મકથાની જાહેરાત બાદથી જ લોકો ટ્વિટર પર તેની મજાક ઉડાવી રહ્યા છે. આ અંગે યૂઝર્સ સતત ફની મીમ્સ ટ્વિટ કરી રહ્યા છે. કોઇ મીમ્સ દ્વારા લખી રહ્યું છે. 'ભાઇ સાહેબ તમે આ કઇ લાઇનમાં આવી ગયા', તો લખી રહ્યું છે 'કેન્સલ કરો તેને'. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PICS: આ 5 સુપર સ્ટાર્સનો પહેલો પગાર જાણીને દંગ રહી જશો, મળ્યા ફક્ત આટલા રૂપિયા










પ્રકાશને જણાવ્યું કે આત્મકથા અભિનેતાના પોતાના ચુલબુલા, મજાકિયા અને બુદ્ધિમત્તાવાળા અંદાજમાં હશે તેમાં તે પોતાના પરિવાર, ઘર, સફળતા, નિષ્ફળતા, પ્રેરણા અને સિનેમા વિશે જણાવી રહ્યા છે. સૈફ અલી ખાને એક નિવેદનમાં કહ્યું કે 'ઘણી બધી વસ્તુઓ બદલાઇ ગઇ અને જો આપણે તેને નોંધતા નથી, તો તે સમય સાથે ખોવાઇ જાય છે. પાછળ વળીને જોવું, યાદ કરવું, અને તે યાદોને નોંધવી સારી વાત છે. આ ખૂબ રોચક રહ્યું છે અને હું જરૂર કહીશ કે એક પ્રકારે આ સ્વાર્થી પ્રયત્ન છે. મને આશા છે કે વાચકો આ પુસ્તકનો આનંદ માણશે. 


હાર્પર કોલિન્સ ઇન્ડિયાની કમિશનિંગ એડિટર બુશરા અહમદે કહ્યું કે આ આત્મકથાને વાંચીને આનંદનો અનુભવ થશે. ખાને 'દિલ ચાહતા હૈ, 'કલ હો ન હો'માં સીધા સાદા વ્યક્તિ તો 'ઓમકારા'માં સ્થાનિક ગેંગસ્ટરથી માંડીને નેટફ્લિક્સની સીરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં મુશ્કેલીમાં ઘેરાયેલ પોલીસ અધિકારી જેવી અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવી છે.