Without Makeup Actress: ના જાને ક્યું એક ચહેરે પે કંઈ ચહેરે લગાતે હૈ લોગ...આ પંક્તિ એટલાં માટે યાદ કરવી પડી કે, આજે દરેક જ્યારે કોસ્મોપોલિટન કલ્ચર બની ગયું છે. અહીં મેકઅપ વિનાના ચહેરાઓ પણ ઓળખાતા નથી. ખાસ કરીને ફિલ્મી દુનિયા, મોડેલિંગ અને ફેશન વર્લ્ડમાં મેકઅપ એ તેનું અવિભાજ્ય અંગ છે. મીડિયા હોય કે કોર્પોરેટ વર્લ્ડ ત્યાં પણ મેકઅપનો અને મેકઓવરનો મોટો રોલ જોવા મળે છે. ઘણાં એવા લોકો છે જે તમને મેકઅપ વિના ઓળખાશે પણ નહીં. રૂપેરી પડદા પર દેખાતી અભિનેત્રીઓને જ જોઈ લો. લાખો કરોડો લોકો જેમના દિવાના હોય છે એવી અભિનેત્રીઓ જ્યારે મેકઅપ કાઢે છે તો તેમાંની ઘણી અભિનેત્રીઓ તો સાવ ઓળખાતી પણ નથી. આમ મેકઅપ એ તમારી લાઈવ સ્ટાઈલનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડદા પર જે અભિનેત્રીઓની સુંદરતા પર લોકો ઘાયલ થઈ જાય છે તે હકીકતમાં તેમના મેકઅપનો કમાલ હોય છે. જો કે, આવું કરવું તેમના માટે જરૂરી પણ હોય છે. કેમ કે, કેમેરાની લાઈટ તેમની સ્કિનને બાળી નાખે છે. કારણ કોઈ પણ હોય પણ લોકોને ઈમ્પ્રેસ કરવા માટે બોલીવુડ કલાકારો શું શું નથી કરતાં. હવે આ 5 અભિનેત્રીઓને જ જોઈ લો. જેમને મેકઅપ વગર ઓળખવી મુશ્કેલ છે.


જૂહી ચાવલા (Juhi Chawla)-
1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી જૂહી ચાવલાએ પોતાના 3 દશકોના કરિયરમાં હિન્દી, તમિલ, તેલગુ, પંજાબી, મલ્યાલમ, કન્નડ અને બંગાળી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે તે સોશિયલ કોઝમાં પણ ભાગ લે છે. જૂહી ચાવલાએ પોતાના કરિયરમાં લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યું છે. જૂહી 54 વર્ષની છે. સુંદર સ્માઈલ વાળી આ એક્ટ્રેસના ફોટા જોઈને તમે પણ દંગ રહી જશો.


રવીના ટંડન (Raveena Tandon)-
90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ રવીના ટંડન અને અક્ષય કુમારના અફેયરની ચર્ચાએ ટ્રેન્ડમાં હતી. એક ઈન્ટરવ્યૂમાં રવીનાએ કહ્યું હતું કે, અક્ષયે એક સમયે 3-3 છોકરીઓ સાથે ડેટ કરી છે. તેમને રવીના સાથે પણ લગ્નની કસમો ખાધી હતી. પરંતુ અક્ષયના અફેયરની ખબરોથી પરેશાન થઈને તેમને આ સંબંધ તોડી નાખ્યો હતો. જુઓ રવીનાની મેકઅપ વગરની તસવીર.


માધુરી દીક્ષિત (Madhuri Dixit)-
માધુરી દીક્ષિત જે લાખો લોકોના દિલ પર રાજ કરનારી બોલીવુડ એક્ટ્રેસ છે. માધુરીએ પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. 3 વર્ષની ઉંમરમાં માધુરીએ કથક શીખવાનું શરૂ કર્યું અને 8 વર્ષની ઉંમરમાં પહેલું પર્ફોમન્સ કર્યું. માધુરીએ 17 વર્ષની ઉંમરે ફિલ્મ અબોધથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેમની આ ફિલ્મ ન ચાલી પછી તેમને શિક્ષણ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પછી માધુરીએ એક નહીં પણ ઘણી હિટ ફિલ્મો આપી. જુઓ માધુરીનો મેકઅપ વગરનો ફોટો.


તબ્બૂ (Tabbu)-
હિન્દી ફિલ્મ જગતમાં હુસ્ન અને પોતાની અદાકારીથી લોકોને મદહોશ કરનારી એક્ટ્રેસ તબ્બૂ 51 વર્ષની થઈ ગઈ છે. જુઓ તેમના મેકઅપ વગરનો પોટો. 


સોનમ કપૂર (Sonam Kapoor)-
સોનમ કપૂરને બીટાઉનની ફેશન ક્વીન કહેવામાં આવે છે. આ ક્વીનના વોરડ્રોબમાં દુનિયાભરની મોટી બ્રાન્ડ્સના કપડા, ચપલ, બેગ અને એસેસરીઝ છે. ત્યારે જુઓ આ એક્ટ્રેસ મેકઅપ વગર કેવી લાગે છે.