Women Oriented Web Series: OTT પ્લેટફોર્મ્સે ફિલ્મ અને વેબ સિરીઝ નિર્માતાઓને કંઈક નવું પ્રદર્શિત કરવાની ફરજ પાડી છે. જ્યારથી OTTનો યુગ આવ્યો છે, Netflix, Hotstar અને Amazon Prime જેવા પ્લેટફોર્મ્સ અમેઝિંગ કન્ટેન્ટ લઈને લાવ્યા છે. આના પર આવી વેબ સિરીઝ પણ ઉપલબ્ધ છે, જેમાં માત્ર મહિલાઓ પર જ ફોકસ કરવામાં આવે છે. નહિતર, એક સમય એવો હતો જ્યારે ફિલ્મોમાં મહિલાઓનો ઉપયોગ માત્ર શો પીસ માટે જ થતો હતો. સમય બદલાતા હવે સિનેમામાં  શો પીસ જેવી દેખાતી મહિલાઓ મુખ્ય ભૂમિકામાં દેખાવા લાગી. હવે પડદા પરની મહિલાઓ માત્ર એક અબલા નારી અથવા ગર્લફ્રેન્ડની ભૂમિકા જ નથી  ભજવટી પરંતુ બંદૂક પણ ચલાવે છે અને એક સાથે અનેક ગુંડાઓ સામે પણ લડે છે. જુઓ આ વેબ સિરીઝનું લિસ્ટ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ક્રાઇમ 
દિલ્હીના પ્રખ્યાત નિર્ભયા કેસ પર આધારિત આ વેબ સિરીઝ દિલ્હીની પૂર્વ ડીસીપી છાયા શર્મા પર આધારિત છે. આ વેબ સિરીઝમાં શેફાલી શાહે દિલ્હીની DCP વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. જે પોતાની ટીમની મદદથી નિર્ભયા કેસના આરોપીને પકડી પાડે છે. સાત-એપિસોડની વાર્તા વર્તિકા ચતુર્વેદી તેના અંગત જીવન અને તેની નોકરીને સંતુલિત કરતી અનુસરે છે. 



માઇ 
માઈમાં સાક્ષી તંવર એક ખડતલ અને મજબૂત માતાની ભૂમિકામાં છે. જે પોતાની દીકરીના મોતનો બદલો લે છે. આ વેબ સિરીઝમાં માતાના અનેક રૂપ બતાવવામાં આવ્યા છે. આ વેબ સિરીઝમાં સાક્ષીના પાત્રનું નામ શીલ છે, જેણે માતાની ધીરજ અને ઈચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.



આરણ્યક
અરણ્યકામાં રવિના ટંડન લીડ રોલમાં છે. આ વેબ સિરીઝમાં તેણે એક નીડર પોલીસ મહિલાની ભૂમિકા ભજવી હતી. આ સીરિઝમાં રવીનાના પાત્રનું નામ કસ્તુરી છે, જે એક મહિલા માતા અને પોલીસ ઓફિસર બંને જવાબદારીઓ નિભાવે છે. 



ધ ફેમ ગેમ 
ધ ફેમ ગેમમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં છે. આ માધુરીની OTT ડેબ્યુ સિરીઝ હતી. આ સિરીઝમાં માધુરી દીક્ષિત અનામિકા નામની પ્રખ્યાત અભિનેત્રીના રોલમાં છે. જેમની ફિલ્મી લાઈફ શાનદાર છે, પરંતુ તેમનું અંગત જીવન તેનાથી બિલકુલ અલગ છે.


આ પણ વાંચો:
લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી
રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ



બોમ્બે બેગમ
બોમ્બે બેગમ સંપૂર્ણપણે સ્ત્રીઓ પર આધારિત છે. આ વેબ સિરીઝ પાંચ મહિલાઓની વાર્તા દર્શાવે છે જેઓ તેમના સપનાઓને અલગ અલગ રીતે વણી લે છે. તમે આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.



આ પણ વાંચો:
Indian Railways Rule Changed: રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો
Ambani Family House: 'એન્ટીલિયા'માં શિફ્ટ થયા પહેલા આ ઘરમાં રહેતો હતો અંબાણી પરિવાર
Job Cuts: આગામી 6 મહિનામાં શિક્ષા ક્ષેત્રમાં નોકરીયો પર મુકાશે કાપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube