જાતીય સતામણીના આરોપો પછી ફરાર `સંસ્કારી` એક્ટરને હાલ નહીં જવું પડે જેલના સળિયા પાછળ કારણ કે...
ગયા મહિનાની 6 તારીખે મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે આલોક નાથ લાપતા છે
નવી દિલ્હી : બોલિવૂડ લેખિકા અને પ્રોડ્યુસર વિંતા નંદાએ બોલિવૂડમાં સંસ્કારી એક્ટર ગણાતા આલોક નાથ પર બળાત્કારનો આરોપ મૂકતા બધાને ભારે આંચકો લાગ્યો હતો. આ મામલે આલોક નાથ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારથી આલોક નાથ અંડરગ્રાઉન્ડ જતો રહ્યો છે. જોકે હવે તેને આગોતરા જામીન મળી ગયા હોવાની સમાચાર મળ્યા છે.
એએનઆઇએ આપેલા સમાચાર પ્રમાણે દિંડોશી સેશન્સ કોર્ટે આલોક નાથને વિંતા નંદા મામલામાં આગોતરા જામીન આપી દીધા છે. નોંધનીય છે કે ગયા મહિને 6 તારીખે મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે આલોક નાથ લાપતા છે. મુંબઈ પોલીસ સતત તેને અલગઅલગ જગ્યાએ ગોતી રહી હોવા છતાં તેની કોઈ ભાળ મળી રહી નહોતી. જોકે હવે આગોતરા જામીન મળી જતા આશા સેવાઈ રહી છે કે આલોક નાથ બહુ જલ્દી જાહેરમાં દેખા દેશે.
આમિર-અમિતાભની જોડી શરમથી પાણીપાણી થઈ જાય એવું કામ કર્યું રણવીરે!
આલોક નાથ વિરૂદ્ધ લેખિકા વિંતા નંદાએ કરેલી ફરિયાદ પછી ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આલોક નાથ વિરૂદ્ધ રેપ માટેના કલમ 376 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. વિંતાએ 17 ઓક્ટોબરે આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ મૂક્યો હતો કે આલોક નાથે 19 વર્ષ પહેલાં તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. આ મામલે વિંતાએ કહ્યું હતું કે પોલીસે તેને બહુ સહયોગ આપ્યો હતો.
આલોક નાથ પર વિંતા સિવાય તેની સાથે કામ કરનારી અનેક મહિલાઓએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા. આ મહિલાઓમાં એક્ટ્રેસ સંધ્યા મૃદુલ અને હિમાની શિવપુરી પણ શામેલ છે.