નવી દિલ્હીઃ Vaishali Thakkar Suicide Last Instagram Post: 'યહ રિશ્તા ક્યા કહલતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai)' અને સસુરાલ સિમર (Sasural Simar Ka) જેવા શોમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુકેલી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષથી વૈશાલી ઈન્દોરમાં હતી અને આ દુર્ઘટના પણ તેના ઘરે થઈ છે. ઘટનાસ્થળ પર વૈશાલીએ એક સ્યુસાઇડ નોટ પણ છોડી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vaishali Thakkar એ કરી આત્મહત્યા
વૈશાલી ઠક્કરની આત્મહત્યાના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. નોંધનીય છે કે આ વિશે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ક્યા કારણે અભિનેત્રીએ આત્મહત્યા કરી છે. શરૂઆતી તપાસમાં આ મામલાનું કારણ પ્રેમ પ્રસંગ સામે આવ્યું છે. નોંધનીય છે કે જ્યારે વૈશાલીની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ (Vaishali Thakkar Last Instagram Post) પર નજર કરીએ તો બંને વાતોને આપસમાં જોડી શકાય છે. 



.... મૈં તો તેરે લિયા જાન ભી દે દૂં! આ હતી વૈશાલીની છેલ્લી પોસ્ટ
નોંધનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર છેલ્લા 20 કલાકથી વૈશાલીએ કોઈ સ્ટોરી પોસ્ટ કરી નથી અને તેની છેલ્લી પોસ્ટ પણ પાંચ દિવસ પહેલાની છે. વૈશાલીની છેલ્લી પોસ્ટ એક રીલ છે જેમાં તેણે એક જોક કહ્યો છે. આ રીલમાં વૈશાલી ગાય છે, દિલ જિગર, નગર ક્યા હૈ... મૈં તો તેરે લિયે જાન ભી દે દૂં! આ ગીતને તેણે મજાક તરીકે ગાયુ પરંતુ બની શકે કે તે પોતાની આત્મહત્યાને હિંટ આપી રહી હોય. 


આ પણ વાંચોઃ કેમ આ ગુજ્જુ કલાકારે હેમા માલિનીને ઉપરાછાપરી માર્યા હતા 20 થપ્પડ? જાણો કારણ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube