કેમ આ ગુજ્જુ કલાકારે હેમા માલિનીને ઉપરાછાપરી માર્યા હતા 20 થપ્પડ? જાણો કારણ

Hema Malini Birthday Special: બોલીવુડની ડ્રીમ ગર્લ કહેવાતા હેમા માલિનીનો આજે 74મો જન્મદિવસ છે. પોતાની અદાકારીથી લોકોના દિલ જીતી લેનાર હેમા માલિનીએ વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યું છે.

કેમ આ ગુજ્જુ કલાકારે હેમા માલિનીને ઉપરાછાપરી માર્યા હતા 20 થપ્પડ? જાણો કારણ

Hema Malini Birthday Special: હેમા માલિની એક એવી અભિનેત્રી જેણે હિન્દી ફિલ્મોમાં પોતાની અદભુત અદાકારીથી એક આગવું સ્થાન હાંસલ કર્યું. એટલું જ નહીં હેમા માલિનીને બોલીવુડની ડ્રીમ ગર્લનું ઉપનામ આપવામાં આવ્યું. આજે બોલીવુડની એ જ ડ્રીમ ગર્લ 74 વર્ષની થઈ ગઈ છે. આજે હેમા માલિનીના જન્મ દિવસ પર જાણીએ તેમના વિશે કેટલીક જાણી અજાણી વાતો. શું તમે જાણો છો કે અરવિંદ ત્રિવેદીએ હેમા માલિનીને 20 થપ્પડ માર્યા હતા. આ શખ્સ હતા અરવિંદ ત્રિવેદી.

રામાનંદ સાગરની પોપ્યુલર સીરિયલ રામાયણ અત્યાર સુધીની સૌથી સુપરહિટ સીરિયલ છે. જેમાં રાવણના કિરદારમાં અરવિંદ ત્રિવેદીને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. તેમણે પોતાના શાનદાર અભિનયથી પાત્રમાં જીવ રેડી દીધો હતો. અરવિંદ ત્રિવેદીએ રામાયણ સિવાય અનેક ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું છે. પરંતુ સવાલ એ છે કે તેમણે દેશની ડ્રીમ ગર્લને થપ્પડ કેમ મારી, હેમા માલિનીના જન્મદિવસે જાણીએ આ કિસ્સા વિશે.

વાત છે ફિલ્મ હમ તેરે આશિક હૈ ફિલ્મના શૂટિંગ સમયની. જેમાં હેમા માલિની અને જિતેન્દ્રની જોડી નજર આવી હતી. આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીએ પણ કામ કર્યું હતું. જેમની સાથે હેમા માલિનીનો એક સીન હતો. જેમાં તેમણે હેમા માલિનીને થપ્પડ મારવાની હતી. અરવિંદ ત્રિવેદી હેમા માલિનીને થપ્પડ મારતા ખચકાઈ રહ્યા હતા કારણ કે એ સમયે હેમા માલિની સુપરહિટ એક્ટ્રેસ હતા. જેના કારણે 20 રીટેક થયા હતા.

અરવિંદ ત્રિવેદીના ખચકાટને ખુદ હેમા માલિનીએ દૂર કર્યો હતો. હેમા માલિનીએ અરવિંદ ત્રિવેદીના સમજાવ્યું કે, તેઓ ભૂલી જાય કે તેમની સામે કોઈ મોટી સ્ટાર છે. બસ તેઓ પોતાનો સીન સારી રીતે પર્ફોર્મ કરે. હેમા માલિનીની આ વાત અરવિંદ ત્રિવેદીએ માની લીધી. જો કે, 20 ટેક લીધા બાદ આ સીન ઓકે થયો હતો.

દેશની ડ્રીમગર્લ હેમા માલિનીનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. ધર્મેન્દ્ર અને હેમા માલિની એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. પરંતુ તેમના માટે લગ્ન કરવા સરળ નહોતા. હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. બાદમાં તેમણે હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે આજ દિવસ સુધી ધર્મેન્દ્ર અને તેમના પહેલા પત્ની પ્રકાશ કૌરના છૂટાછેડા નથી થયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news