Isha Sharvani Reveals Casting Couch Experience: બોલીવુડ અભિનેત્રી ઈશા શરવાનીએ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાની સાથે થયેલી કોસ્ટિંગ કાઉચના એક અનુભવને શેર કર્યો છે. તે દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું હતું કે એક સમયે તો મને મારો જીવ જોખમમાં હોવાનો પણ અહેસાસ થયો હતો. ઈશા શરવાનીએ વધુ શું કહ્યું? ચલો જાણીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશા શરવાનીએ કાસ્ટિંગ કાઉચ પર કરી વાત
હાલમાં ઈશા શરવાનીએ સિદ્ધાર્થ કનનની સાથે ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયર અને પર્સનલ લાઈફને લઈને વાત કરી. તે દરમિયાન ઈશાએ પોતાની સાથે થયેલી કાસ્ટિંગ કાઉચના અનુભવને પણ જણાવ્યો. જોકે, તેને પુછવામાં આવ્યું હતું કે તમને તમારા કરિયરમાં આજ સુધીની સૌથી ખરાબ એડવાઈસ શું લાગી છે? તેના જવાબમાં ઈશાએ કહ્યું કે બોલીવુડના મેલ લીડે એકવાર મને કહ્યું કે જો તમારે આ ફિલ્મમાં કામ કરવું છે તો તમારે મારી સાથે સૂવું પડશે. આ ખરાબ અનુભવને શેર કરતા ઈશાએ કહ્યું હતું કે મને લાગ્યું કે આ મારા બસની વાત નથી અને મને અહેસાસ થયો કે મારું ત્યાંથી ચાલ્યા જવું યોગ્ય છે. એટલા માટે હું ત્યાંથી ભાગી ગઈ.



ઈશા બોલી મારા જીવનો ખતરો!
કાસ્ટિંગ કાઉચને લઈને કરવામાં આવેલા ખુલાસા બાદ ઈશાએ કહ્યું કે મને લાગ્યું કે ક્યાંક મેં તાત્કાલિક ના પાડી દીધી તો મને શારીરિક કોઈ નુકસાન તો નહીં થાય ને.. ઈશાએ કહ્યું કે તેને લાગ્યું કે તેનો જીવ જોખમમાં છે, તેથી તે ત્યાંથી ભાગી જવાનું વધુ યોગ્ય માન્યું. ઈશાએ કહ્યું કે તે ઘરે આવી અને બીજા દિવસે તેણે ફરીથી ફોન કર્યો અને કહ્યું કે સર, આ મારા બસની વાત નથી. તેથી જ મેં કહ્યું, તમે કોઈ બીજાને લઈ લો, સાહેબ, હું આ કરી શકીશ નહીં.


બોલીવુડને અભિનેત્રીએ છોડ્યું!
'લક બાય ચાન્સ', ગુડ બોય બેડ બોય અને 'કિસ્ના' જેવી ફિલ્મોમાં નજર પડેલી અભિનેત્રી ઈશા શરવાનીની એક પછી એક ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હતી, ત્યારબાદ અભિનેત્રીને કોઈએ સારા પ્રોજેક્ટમાં કાસ્ટ કરી નહોતી. સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે સૌથી વધુ ફિલ્મો મને ખુબસુરતીના કારણે મળતી હતી. તમારી પ્રતિભાના દમે કોઈ મને ફિલ્મો આપતું નહોતું. આખરે થાકી હારીને અભિનેત્રીએ બોલીવુડ છોડવાનો નિર્ણય લીધો.