Kangana Ranaut ને મળી શૂટિંગ રોકવાની ધમકી, યુથ કોંગ્રેસે કહી આ વાત
એમપીના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાનુ કહેવુ છે કે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ને ચિચોલીના યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધમકાવવાના મામલામાં મેં બૈતૂલના એસપી સાથે ચર્ચા કરી છે. મધ્યપ્રદેશમાં કાયદાનું રાજ છે. પુત્રી કંગનાએ કોઈથી ડરવાની જરૂર નથી.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના બૈતૂલ જિલ્લાના સારણી પાવર પ્લાન્ટમાં ફિલ્મ 'ધાડક (Dhaakad) નું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મમાં કંગના રનૌત (Kangana Ranaut) લીડ રોલમાં છે. કંગના દ્વારા આંદોલનકારી કિસાનોને કથિત રીતે આતંકવાદી ગણાવવા પર યુવા કોંગ્રેસે રનૌતના કિસાનોની માફી માંગવાનું કહ્યું છે. જો તેમ નહીં કરે તો યુવા કોંગ્રેસે ફિલ્મનું શૂટિંગ રોકવાની ધમકી આપી છે. તો રાજ્યના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ કંગનાને વિશ્વાસ અપાવ્યો કે તેણે ડરવાની જરૂર નથી. કંગનાના નિવેદનને લઈને યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને તેને લઈને તહસીલદારને કલેક્ટરને અરજી પણ સોંપી છે.'
કંગના રનૌતને મળી ધમકી
પ્રદેશ કોંગ્રેસ સેવાદળના સચિવ મનોજ આર્ય તથા બ્લોક કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નેકરામ યાદવે કહ્યુ, અભિનેત્રી કંગનાએ દેશના કિસાનોને આતંકવાદી કહીને કિસાન સમાજનું અપમાન કર્યુ છે, જ્યારે કિસાનોને દેશના અન્નદાતા કહેવામાં આવે છે, તેથી કંગના રનૌત (Kangana Ranaut) પોતાના નિવેદન પર કિસાનોની માફી માંગે, બાકી કોંગ્રેસના નેતૃત્વમાં સારણી પહોંચીને તેની વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે ચેતવણી આપવામાં આવી કે ફિલ્મનું શૂટિંગ રોકવામાં આવશે.
આ પણ વાંચોઃ જાણો બોલીવુડના એવા સિતારાઓની કહાની જેમનો પહેલો પ્રેમ રહી ગયો અધૂરો
કંગનાએ બંધ કરવું પડશે શૂટિંગ?
મનોજ આર્યાએ આગળ કહ્યુ કે, 12 ફેબ્રુઆરી સુધી માફી નહીં માંગવા પર 13 તારીખે ચિચોલીના બજાર ચોકથી કિસાન ટ્રેક્ટર રેલી કાઢી ખેડી, બૈતૂલ, રાનીપુર, ઘોડાડોંગરી થતા સારણી પહોંચશે અને ઉગ્ર આંદોલન કરશે.
તો એમપીના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાનુ કહેવુ છે કે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ને ચિચોલીના યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધમકાવવાના મામલામાં મેં બૈતૂલના એસપી સાથે ચર્ચા કરી છે. મધ્યપ્રદેશમાં કાયદાનું રાજ છે. પુત્રી કંગનાએ કોઈથી ડરવાની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube