Zara Hatke Zara Bachke ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, પાંચમા દિવસે પણ શાનદાર કમાણી
Zara Hatke Zara Bachke ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. વિકી અને સારાની આ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે. ફિલ્મે મંગળવારે પણ સારી કમાણી કરી છે.
Zara Hatke Zara Bachke Box Office Collection Day 5: વિકી કૌશલ અને સારા અલી ખાનની 'જરા હટકે જરા બચકે'ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે ઓપનિંગ વીકએન્ડ પર શાનદાર કમાણી કરી છે. જોકે, અઠવાડિયાના દિવસો હોવાને કારણે સોમવારે અને હવે મંગળવારે પણ ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં તે સારી કમાણી કરી રહી છે. 'ધ કેરલા સ્ટોરી' અને 'સ્પાઈડર-મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ'ની સ્પર્ધા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ચાલો જાણીએ કે 'ઝરા હટકે જરા બચકે'એ તેની રિલીઝના પાંચમા દિવસે એટલે કે પહેલા મંગળવારે કેટલી કમાણી કરી છે.
આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી
Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!
રોમેન્ટિક કોમેડી ઝરા હટકે ઝરા બચકેમાં વિકી અને સારા પ્રથમ વખત સાથે સ્ક્રીન પર દેખાયા છે. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે અને દર્શકોને પણ તેમની ઓનસ્ક્રીન જોડી ખુબ પસંદ આવી રહી છે. સૈકનિલ્કના અર્લી ટ્રેડ રિપોર્ટ અનુસાર, 'ઝરા હટકે જરા બચકે' એ 5માં દિવસે એટલે કે મંગળવારે 4 કરોડનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ ફિલ્મે સોમવારે 4.14 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 30.73 કરોડ રૂપિયા થઈ ગયું છે. જોકે સત્તાવાર આંકડાઓ આવ્યા બાદ આ આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે.
ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મના ગીતો પણ લોકોને પસંદ આવી રહ્યા છે. બે કોલેજ પ્રેમીઓ કપિલ (વિકી કૌશલ) અને સૌમ્યા (સારા અલી ખાન)ની સ્ટોરી છે, જેઓ એકબીજાના પ્રેમમાં પાગલ હોય છે. બંને લગ્ન કરી લે છે પરંતુ લગ્ન પછી તેમને રોમાન્સ કરવા માટે પણ પ્રાઈવસી નથી મળતી. તેથી તેમના પરિવારોથી દૂર જવા માટે, કપિલ અને સૌમ્યા ભારત સરકારના મુખ્ય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) દ્વારા ફ્લેટ મેળવવાનો પ્રયાસ કરે છે. જો કે, આ માટે લાયક બનવા માટે, તેઓએ છૂટાછેડા લેવા પડશે. આ પછી ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે.
આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube