નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સંલગ્ન ડ્રગ્સ કેસની તપાસનો દાયરો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ બોલિવુડમાં બધાના હ્રદયના ધબકારા વધી રહ્યા છે. હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ આ મામલે ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદને સમન પાઠવ્યો છે. જેમની આજે એનસીપી ઓફિસમાં પૂછપરછ થશે. સૂત્રોનું માનીએ તો એનસીબીને કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. જે મુજબ ક્ષિતિજ પ્રસાદ કેટલાક ડ્રગ પેડલર્સ સાથે કોન્ટેક્ટમાં હતા. અહીં સવાલ એ ઊભો થાય છે કે શું એનસીબીની ટીમ ક્ષિતિજ પ્રસાદ દ્વારા કરણ જૌહરની પાર્ટીનું સત્ય સામે લાવશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સ કેસ: Deepika Padukone માટે પતિ રણવીર સિંહે NCB પાસે કરી આ માગણી 


કરણ જોહરના ખુબ નિકટ છે ક્ષિતિજ
કહેવાય છે કે ક્ષિતિજ કરણ જોહરની ખુબ નિકટ છે. કરણ જોહરના ઘરે વર્ષ 2019માં એક પાર્ટી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ  વાયરલ થયો હતો. આ વીડિયો અંગે ફરિયાદ મળ્યા બાદ મુંબઈ એનસીબીની ટીમ વીડિયોની પણ ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહી છે. આ વીડિયોમાં કરણ જોહર ઉપરાંત દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, રણબીર કપૂર, વરુણ ધવન, શાહિદ કપૂર, અને વિકી કૌશલ સહિત અનેક કલાકારો હતા. 


ડ્રગ્સ કેસના કારણે બોલિવુડમાં જબરદસ્ત ઉથલપાથલ, સલમાને 'આ' મુદ્દે આપ્યું મોટું નિવેદન


જલદી અભિનેતાઓ સુધી પહોંચી શકે છે NCB
NCB આજે ક્ષિતિજની પૂછપરછમાં એ પણ જાણવા માંગે છે કે આખરે કરણની આ પાર્ટીમાં ડ્રગ્સ પહોંચ્યુ? જો હા તો કોણે પહોંચાડ્યું? સૂત્રોના જણાવ્યાં મુજબ શરૂઆતની કડીઓ જોડીને બહુ જલદી એનસીબી અભિનેતાઓ સુધી પણ પહોંચી શકે છે. 


Sushant Singh Rajput એ 11 જૂને વીડિયો કોલ પર વ્યક્ત કર્યો હતો ડર, જાણો સમગ્ર વાતચીત


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube