અતુલ તિવારી, અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે આજે રાજ્યભરમાં GUJCETની પરીક્ષા યોજાઇ રહી છે. ધોરણ 12 સાયન્સ પછી ફાર્મસી અને એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. MCQ ફોર્મેટમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત વિષયની પરીક્ષા લેવાશે. દર એક વિષયની પરીક્ષા 40 માર્કની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શિક્ષણના નામે ઉઘાડી લૂંટ કરતા મંત્રીઓ ક્યારે હાજરી પુરાવશે? કોંગ્રેસના વેધક સવાલ


આજે રાજ્યભરમાં GUJCETની પરીક્ષા યોજાઇ રહી છે. સવારે 9 વાગ્યેથી વિદ્યાર્થીઓને પરિક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. સવારે 10થી 12 વાગ્યા સુધી રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની પરીક્ષા લેવાશે. બપોરે 1થી 2 દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ત્યારે બપોરે 3થી 4 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે.


આ પણ વાંચો:- Gujarat Corona Update: નવા 1101 દર્દી, 972 દર્દી સાજા થયા, 14 લોકોનાં દુ:ખદ મોત


રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યમાં ગુજકેટની પરીક્ષા માટે 1,27,230 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજકેટની પરીક્ષા 621 બિલ્ડિંગમાં અને 6,431 પરીક્ષાખંડમાં લેવામાં આવશે. કોરોના મહામારીને કારણે પરીક્ષા સોશિયલ ડિસ્ટનસિંગની સાથે યોજાશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગઝેગ પ્રકારે ગોઠવવામાં આવશે.


આ પણ વાંચો:- મોરબીમાં જળબંબાકાર: ટંકારામાં 10 ઈંચથી વધુ વરસાદથી લોકો ફસાયા, મચ્છુ ડેમ ઓવરફ્લો


પરીક્ષા કેન્દ્રો ખાતે ગાઈડલાઈનનું પાલન થાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. પરિક્ષાખંડ કે જ્યાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાશે ત્યાં તેમજ સ્કૂલના પ્રવેશદ્વાર પર ખાસ સેનેટાઈઝ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ટેમ્પરેચર ગનથી તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો:- સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડૉ. નીતિન પેથાણી કોરોના પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા


ટેમ્પરેચર વધુ આવનાર વિદ્યાર્થીને અલગ વર્ગમાં બેસાડી પરીક્ષા લેવાની વ્યવસ્થા કરાશે. કોરોના સંક્રમણ અને લોકડાઉન બાદ શાળાના વિદ્યાર્થીઓ પ્રથમવાર શાળા ખાતે પહોંચશે. વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ખાતે એકઠા ના થાય તેવી વિનંતી કરવામાં આવી છે. પરીક્ષા સંદર્ભે શાળાઓને જરૂરી તમામ મદદ પોલીસ તેમજ જરૂરી અન્ય વિભાગને કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર