અમદાવાદ : કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ જામ્યું હતું. સૌરાષ્ટ્રમાં ગઇ કાલે 1થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ધોરાજીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવા લાગ્યો હતો. બે ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારો કલાણા ગામમાંથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. જુનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ઉપરાંત કરા પણ વધ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : બંધ પડેલી ગાડીને પાછળથી ધક્કો મારી રહેલા વ્યક્તિ પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું

જૂનાગઢમાં વરસાદ અને કરા પડ્યા હતા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસાદ પડતાની સાથે ખેતરમાં રહેલા કપાસના પાકને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત કેટલાક તૈયાર પાક પણ યાર્ડમાં પલળી ગયો હતો. 


કચ્છ : લખપતમાં ખેતમજુર પર વિજળી પડતા ઘટના સ્થળે જ મોત
સુરત: ખોટા રસ્તા છોડી દેવાનું કહેતા ભાઇએ જ પોતાના ભાઇનું કાસળ કાઢી નાખ્યું
કચ્છમાં 1-3 ઇંચ જેટલો વરસાદ
કચ્છમાં ખડીર પંથકમાં વરસાદ મોડી રાત્રે પડ્યો હતો. ગુરૂવારનાં વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢમાં પણ કરા સાથેનાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ખાવડા અને આસપાસનાં વિસ્તારોમાં પણ કરા પડ્યા હતા. જ્યારે લખપત તાલુકાના કોટડામઢ ગામ નજીક ખેતરમાં કામ કરતા યુવક પર વિજળી પડવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું.