સુરત : બંધ પડેલી ગાડીને પાછળથી ધક્કો મારી રહેલા વ્યક્તિ પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું

કમરની નીચેના ભાગમાં ગંભીર ઇજાગ્રસ્ત સ્થિતીમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

Updated By: Nov 14, 2019, 10:07 PM IST
સુરત : બંધ પડેલી ગાડીને પાછળથી ધક્કો મારી રહેલા વ્યક્તિ પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું

સુરત : ઇચ્છાપોર બસ સ્ટોપ નજીક ગાડીને પાછળથી ધક્કો મારી રહેલા યુવાનને ડમ્પરે અડફેટે લઇ કચડી નાખ્યો હતો. હાઇ વે પર એક બંધ પડેલી ગાડીને યુવાન ધક્કો મારી રહ્યો હતો. દરમિયાન કારની પાછળ ધડાકાભેર ડમ્પર ઘુસી જતા તેને ધક્કો મારી રહેલા યુવાનની કમ્મરથી નીચેનો ભાગ ગંભીર રીતે કચડાઇ ગયો હતો. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુળ મરાઠી અને ઇચ્છાપોરમાં આવેલી દહેરાજ સોસાયટીમાં નામદેવ રઘુનાથ જાવલે પોતાનાં ચાર સંતાનો અને પત્ની સાથે રહે છે. વ્યવસાયે તે લક્ઝરી ડ્રાઇવર છે.

અમદાવાદ: રાજ્યની 20 નદીઓ અત્યંત પ્રદૂષીત, જીપીસીબીએ ઘડી કાઢ્યો માસ્ટર પ્લાન

સુરત: ખોટા રસ્તા છોડી દેવાનું કહેતા ભાઇએ જ પોતાના ભાઇનું કાસળ કાઢી નાખ્યું
આજે ઇચ્છાપોર બસ સ્ટોપ નજીક પોતાની બંધ પડેલી એસ્ટીમ કારને ધક્કો મારીને ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા હાઇવા ડમ્પર કાર સાથે ધડાકાભેર અથડાયું હતું અને નામદેવ પર ફરી વળ્યું હતું. નામદેવ કમરની નીચેના ભાગે ગંભીર રીતે કચડાઇ ગયો હતો. જ્યાંથી તેને ગંભીર અવસ્થામાં સારવાર માટે ખસેડ્યા હતા. જો કે ખુબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમને બચાવી શકાયા નહોતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.