મુંબઈ રસ્તો બંધ થતાં રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ, 1 કરોડનું ડ્રગ્સ પકડાયું
ગુજરાત ATS અને કાઈમ બ્રાન્ચે ડ્રગ્સ પકડવા જોઈન્ટ ઓપરેશન આદર્યું હતું. જેમાં ગુજરાતના નવા DGP એ ડ્રગ્સ પકડવા આપેલી ખાસ સૂચના બાદની કાર્યવાહીમાં મોટી સફળતા મળી
મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત ATS અને કાઈમ બ્રાન્ચે ડ્રગ્સ પકડવા જોઈન્ટ ઓપરેશન આદર્યું હતું. જેમાં ગુજરાતના નવા DGP એ ડ્રગ્સ પકડવા આપેલી ખાસ સૂચના બાદની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પાટણના રાધનપુરથી એક કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ માફિયાઓ રસ્તો અને રાજ્ય બદલી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. પરંતુ પોલીસ દ્વારા આ નેટવર્કનો પર્દાફાશ કરવા સતત પ્રયત્નશીલ રહી એમડી ડ્રગ વેચતા સપ્લાયર્સની ચેન તોડવા માટે કેસ કરવામાં આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને ATSના સંયુક્ત ઓપરેશન દ્વારા પાટણના સિધ્ધપુર રોડ ઉપરથી ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સની હેરાફેરી અંગે બાતમી મળી હતી. ત્યારે જોઈન્ટ ઓપરેશનમાં સિદ્ધપુર ખાડી ચાર રસ્તા પાસે રેડ પાડવામાં આવી હતી. છુપા વેશે પોલીસ અધિકારીઓએ અફીણ અને MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. 245 ગ્રામ MD , 445 ગ્રામ અફીણ કબ્જે કરવામાં આવ્યું છે. આ સાથે જ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ATS ખાતે 1 કરોડના ડ્રગ્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારે ડ્રગ્સ કાંડમાં પહેલી વખત આરોપીઓ પકડાયા હોવાનું સામે આવ્યું છે.
ધોધમાર વરસાદે સુરતને ધમરોળ્યું, ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરાયા
પોલીસે પકડેલા આ ચારેય આરોપીઓ એટલા શાતિર છે કે અગાઉ એક પણ વખત પોલીસના હાથમાં આવ્યા નથી. અલગ અલગ રૂટ મારફતે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે પ્લાનિંગ કરતો ઇમરાન શેખ મુખ્ય સૂત્રધાર છે. પોલીસે મુખ્ય ડ્રગ ડિલરને પકડી મુંબઈ રૂટ પરથી અનેક વખત પકડ્યા બાદમાં માફિયાઓએ ગુજરાતમાં ડ્રગ ઘુસાડવા નવો રાજસ્થાન રૂટ પસંદ કર્યો છે. તેમ છતાં ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરી અને નેટવર્ક પર ખાસ ભાર મૂક્યો હતો. જેથી સિદ્ધપુર પાસે એક હોટલમાં ભેગા થયેલા ડ્રગ્સના દલાલોને ઝડપી પાડ્યા હતા. પોલીસે એમડી ડ્રગ્સ અને અફીણ સપ્લાય કરતા ચાર શખ્શો સુરેશ ઠક્કર, જગદીશ માળી ઉર્ફે મામા બ્રાહ્મણ અને ઇમરાન શેખની 245 અને 488 ગ્રામ જેટલા અફીણના જથ્થા સાથે ધરપકડ કરી હતી. સાથે જ મોબાઈલ રોકડ રૂપિયા અને બે કાર પણ કબજે કરવામાં આવી છે. જોકે પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસે આંતરરાજ્ય ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે રાજસ્થાન રૂટ પણ જાહેર કરી નાખતા કમર તોડી છે.
હાલ તો પ્રથમ વખત પકડાયેલા આ ચારેય આરોપીઓ અફીણ અને એમડી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં કોને આપવાના હતા અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અલગ-અલગ ડીલરોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર