અતુલ તિવારી, અમદાવાદ: કોરોના (Coronavirus) ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભર (gujarat) માં વધી રહેલા કોરોના (Covid 19) ના કેસ અંગે ગંભીર ચિંતા કરી સિવિલ હોસ્પિટલના તબીબો સાથે કોર કમિટીની બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કે.કૈલાસનાથન દ્વારા સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી લેવામાં આવી.

સરકારના દાવા વચ્ચે શક્તિસિંહ ગોહિલનો આરોપ, નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે


સિવિલ મેડિસીટીમા આવેલી કેન્સર, કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરામાં કોરોનાનો ફફડાટ, સામે ચાલી કરી આટલા દિવસના લોકડાઉનની માંગ


આ બેઠકમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે. વી. મોદી, IKDRCના ડાયરેક્ટર વિનીત મિશ્રા, બી.જે.મેડિકલ કોલેજના ડીન  ડૉ.પ્રણય શાહ, જે-તે વિભાગના વડા, સહિત સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube