ગાંધીનગર : રાજ્યમાં સતત વધી રહેલા ઓમિક્રોનનાં કેસ વચ્ચે સરકાર ફરી એકવાર એલર્ટ મોડમાં આવી ચુકી છે. શાળાઓમાં પણ એક પછી એક વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સરકાર હવે વધારે સતર્ક બની ચુકી છે. અત્યાર સુધી શાળામાં તબક્કાવાર રીતે 33 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી ચુક્યાં છે. જેના પગલે સરકારે હવે ધોરણ 9થી 11 તથા 10 અને 12 બોર્ડની પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે. હવે 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 ના બદલે 28 માર્ચ દરમિયાન લેવાશે. જેના પગલે ઉનાળુ વેકેશન પણ પાછુ ઠેલાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હારી ગયેલા ઉમેદવારનાં સમર્થકોએ ગામ માથે લીધું, ઓડી ગાડીનો ભુક્કો બોલાવી દીધો


સરકારે તર્ક આપ્યો કે કોરોનાના ખતરા ઉપરાંત કોર્સ પુર્ણ કરવા માટે પણ પરીક્ષાની તારીખો લંબાય તે જરૂરી બન્યું હતું. જેના પગલે 15-07-2021 થી ધોરણ 12માં તેમજ 26-07-2021થી ધોરણ 9 અને 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે અભ્યાસક્રમ પુર્ણ કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં પરિવર્તન કરીને આ પરીક્ષાઓ બે અઠવાડીયા કરતા વધારે સમય જેટલી પાછળ ધકેલવામાં આવી છે. 


JAMNAGAR: વિદ્યાર્થીઓ સાથે ફિલ્મ 3 ઇડીયટ્સને પણ ટક્કર મારે તેવું વર્તન


ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતા 32 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓને મોટો લાભ મળશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી પણ સારી રીતે કરી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનો કોર્સ પુર્ણ થાય તેવી પણ વ્યવસ્થા થઇ શકશે. 


ટૂંકમાં સમજો...
* રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ની પરીક્ષાના કાર્યક્રમોમાં કર્યો બદલાવ
* પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરીના બદલે 10 ફેબ્રુઆરી એ લેવાશે
* બોર્ડના વિષયોની સૈદ્ધાંતિક પરીક્ષા 9 ફેબ્રુઆરી ના બદલે 24 ફેબ્રુઆરીથી લેવાશે
* ધોરણ 10, 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચના બદલે 28 માર્ચથી શરૂ થશે
* ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષા 14 ફેબ્રુઆરીના બદલે 2 માર્ચથી લેવાશે
* ધોરણ 9, 11ની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલના બદલે 21 એપ્રિલથી શરૂ થશે
* ઉનાળુ વેકેશન 2 મે થી 5 જૂનના બદલે હવે 9 મે થી 12 જૂન સુધી રહેશે
* નવું શૈક્ષણિક સત્ર 6 જૂનના બદલે 13 જૂનથી શરૂ થશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube