ઝી બ્યુરો/રાજકોટ: જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો, પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક, ક્લીનર તેમજ માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે સીધેશ્વર એગ્રી એક્ષપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કારીયાણાનો વેપાર કરતા જીતુભાઇ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદીજુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો. પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો 500 ગુણીનો જથ્થો ટ્રક મારફત આંધ્રપ્રદેશના વિશાખાપટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટની હતી. 


નવી આગાહી વાંચી હચમચી જશો! આ તારીખથી સક્રિય થશે ચોમાસું, આવી શકે છે આફતનો વરસાદ!


તેઓને માલના ભાડા પેટેના 63 હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવેલ હતા, પરંતુ ચાર દિવસ થયાં છતાં માલ વિશાખાપટનમ ન પહોચતા જીતુભાઇ દ્વારા ગોંડલ ખાતે ટ્રાન્સપોર્ટના યાશીનભાઈ પૂછતાં તેમણે જણાવેલ કે, ડ્રાઇવરનો ફોન બંધ આવે છે ટ્રક માલીક અશોકભાઈ સાથે ફોનમાં વાત કરાવું, ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો. જીતુભાઇને સમજાય ગયું કે તેમની સાથે છેતરપીંડી થઈ છે. જેથી જીતુભાઇએ, ટ્રક ડ્રાઇવર ક્લીનર ધીરુંભાઈ તેમજ ટ્રક માલિક અશોકભાઈ અને અમરપુરી ,વિરુદ્ધ 500 ગુણી ધાણા કિંમત રૂપિયા 10.50 લાખનો માલ ઓળવી જવાની વિશ્વાસઘાત અને છેતરપીંડીની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં સિટી પોલીસે એક આરોપી ધરપકડ કરી હતી. 


છેતરપીંડી આચરનાર આરોપીઓનો શું હતો પ્લાન?
જેતપુરથી ટ્રક મારફતે ધાણા ભરીને આંધ્રપ્રદેશ ના વિશાખપટનમ જવા નીકળ્યા હતા પરંતુ,ટ્રક ડ્રાઇવર,ક્લીનર ,અને ટ્રક મલિક દ્વારા રસ્તામાં ટ્રકમાંથી ધાણાની 500 બેગ ઉતારી લેવામાં હતી, જેમાંથી ઝડપાયેલ આરોપી અમરપુરીને તેના ભાગમાં આવતા 50 બેગ ધાણા અને 10 હજાર રોકડ રકમ આપવામાં હતી. જ્યારે 450 ધાણાની બેગ લઈને ડ્રાઇવર અને ટ્રક માલિક બંને આરોપીઓ જતા રહ્યા હતા. 


ઓપરેશન જિંદગી; અમરેલીના સુરાગપુરમાં ખુલ્લા બોરવેલમાં પડી બાળકી, રેસ્ક્યૂ શરૂ


સાથે જ ત્રણે આરોપી દ્વારા ટ્રકમાં અમુક ધાણાની બોરીઓ સાથે ટ્રક સળગાવી નાંખવાનો પ્લાન હતો. જેથી કરીને તેવાનો ભાંડો ન ફૂટે પરંતુ જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી હતી ત્યારે એક માહિતી મળી કે ટ્રક મહારાષ્ટ્રની બોર્ડર પાસે છે ત્યારે ત્યાં તપાસ કરતા ટ્રક અને ધાણાની 50 બેગના મુદ્દામાલ સાથે અમરપુરી ગૌસ્વામીની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


પોલીસ પૂછપરછમાં પોપટ બની ગયો હતો. સાથે જ ટ્રક માલિક અશોક અને તેનો મિત્ર પ્રભાત સિંહ ઉર્ફે કાનભા કઠિયા અને ડ્રાઇવર ક્લીનર ધીરુભાઈ જેવો 450 બેગ ધાણા લઈને ફરાર થઇ ચુક્યા છે ત્યારે ફરાર આરોપીને શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. હાલ તો પોલીસે ટ્રક અને ધાણાની 50 બેગ મળી કુલ.16 લાખ 12 હજાર 610 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


રાજકોટ મહાનગપાલિકાની બેધારી નીતિ! ફાયર NOC મુદ્દે આખા ગામમા સીલ માર્યું, થયો ઘટસ્ફોટ


પોલીસે અમરપુરી ગૌસ્વામીની ધરપકડ કરતા તેને પૂછપરછમાં ટ્રકના માલિકના મિત્ર પ્રભાત સિંહ ઉર્ફે કાનભા કઠિયાનું નામ ખુલ્યું હતું.