ગોધરામાં પોલીસ પર હુમલાની ઘટનામાં 10 લોકોની ધરપકડ
કોરોના વિરુદ્ધ જંગ લડી રહેલા તંત્ર પર હુમલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. ગત રાત્રે ગોધરામાં બેરિકેડિંગ કરવા ગયેલી પોલીસ અને મકાન વિભાગની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો.
પંચમહાલઃ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા વોરિયર પર સતત થઈ રહેલા હુમલાએ સરકારની ચિંતા વધારી દીધી છે. હવે પંચમહાલમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. ગોધરાના ગુહ્ય વિસ્તારમાં પોલીસ અને રોડ બિલ્ડિંગ વિભાગની ટીમો પર લોકોએ હુમલો કર્યો હતો. પોલીસે તોફાની તત્વો પર ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ હુમલામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી છે. પોલીસે અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે ગઈકાલે મોડી રાત્રે ક્વોરેન્ટાઇન વિસ્તારમાં પોલીસ અને રોડ-બિલ્ડિંગ વિભાગની ટીમ બેરિકેડિંગ કરવા પહોંચી હતી. ત્યારે સ્થાનિકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. લોકોએ પોલીસ પર પથ્થરો અને ખુરશીથી હુમલો કર્યો હતો. પોલીસે ટિયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી. આ દરમિયાન એક પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી. સ્થાનિક ધારાસભ્ય સીકે રાઉલજીએ પણ આ ઘટનાને વખોડી હતી.
પોલીસે કરી કાર્યવાહી
આ ઘટના બાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મખથે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે 30 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પેટ્રોલિંગ કરતા 10 લોકોની પોલીસે અટકાયત કરી છે. હવે પોલીસ અન્ય લોકોની ઓળખ કરીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર