મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાની પરિસ્થિતિ વધુ બગડતી જાય છે. તેવામાં પોલીસ પોતાની કામગીરીને પગલે પોલીસ જવાનો પણ હવે સંક્રમણ નો ભોગ બની રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં ઝોન 2 dcpના તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના 26 જેટલા પોલીસ કર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે તમામ પોલીસકર્મીઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે તાજેતરમાં જ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ રિપોર્ટ કરાવતા એક જ દિવસમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10 પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આંકડો અત્યાર સુધી 100થી વધુ એ પહોંચ્યો છે. તેવામાં ઝોન 2 ડીસીપી વિજય પટેલે દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ કરાવવા માર્ગદર્શન આપવાની સાથે પોલીસ સ્ટેશનમાં પણ સેનેટાઈઝર કામગીરી કરાવી છે. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડોક્ટરના સહયોગથી દરેક પોલીસ સ્ટેશનમાં મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેઓ પોલીસ સ્ટેશનમાં આવતા દરેક પોલીસ કર્મીઓને પડતી તકલીફ કે અન્ય બીમારી ચેક કરી ત્યાં જ તેમને દવા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. સાથે જ ઓક્સિજન લેવલથી લઈ કોરોના ટેસ્ટ કરવાનું અને દવા આપવાનું પણ પોલીસ સ્ટેશનમાં જ આયોજન કરાયું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube