અમરેલી સ્ટેટ હાઇવે પર દેખાયો 10 ફૂટ જેટલો મહાકાય મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યું
કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર મહાકાઇ મગર આવી ચડતા વન વિભાગે દિલધડક રેસ્ક્યુ હતું. છેલા એક મહિનામાં કોડીનારમાંથી 7 મગરના કરાયા રેસ્ક્યુ કરાયા હતા. ગીર સોમનાથના કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોનાજ ગામ પાસેના રોડના વહેલી સવારે 10 ફૂટ લાંબી મહાકાઈ મગર રોડ પર આવી ચડતા અફરા તફરી મચી હતી. જામવાળા વન વિભાગની ટીમ દ્વારા ખુમખાર મગરને પાંજરે પૂરવા દિલ ધડક રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.
હેમલ ભટ્ટ/ કોડીનાર: કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર મહાકાઇ મગર આવી ચડતા વન વિભાગે દિલધડક રેસ્ક્યુ હતું. છેલા એક મહિનામાં કોડીનારમાંથી 7 મગરના કરાયા રેસ્ક્યુ કરાયા હતા. ગીર સોમનાથના કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોનાજ ગામ પાસેના રોડના વહેલી સવારે 10 ફૂટ લાંબી મહાકાઈ મગર રોડ પર આવી ચડતા અફરા તફરી મચી હતી. જામવાળા વન વિભાગની ટીમ દ્વારા ખુમખાર મગરને પાંજરે પૂરવા દિલ ધડક રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.
જામવાળા અને કોડીનાર વન વિભાગની રેસ્ક્યુ ટીમના અંદાજે 8 જેટલા ફોરેસ્ટ કર્મીઓ દ્વારા મગરને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. જો કે જે જગ્યા પર મગર હતો ત્યાં મધનો પુડો હોવાના કારણે વન કર્મીઓને મધ માખોયોએ દંશ દીધા જેના કારણે અનેક વખત રેસ્ક્યુમાં અવરોધ આવ્યો હતો. જેને લય રેસ્ક્યુ દોઢ કલાક સુધી ચાલ્યું દોઢ કલાકની જહેમત બાદ આખરે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.
રાજકોટ: યુ-ટ્યુબ પર ટેકનીક શીખીને બુલેટની ચોરી કરતા એન્જીનિયરીંગના વિદ્યાર્થી ઝડપાયા
ઇચવડ ગામે પણ ત્રણ ફૂટ લાંબી મગર ખેડૂતના પશુ બાંધવાના મકાનમાં ઘૂસી હતી. જેનુ પન રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. જો કે મગર વન વિભાગની રેશક્યું ટીમને હાથ તાલી આપી ફરાર થઈ હતી. અને પાણી ભરેલા શેરડીના વાડમાં ઘુસી જતા બીજી વખત રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. વન વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, પાણી ભરેલા શેરડીના વાડમાં મગર ઘુસી જતા તેની તાકાત બમણી થઈ જાય છે.
અમદાવાદ: મેમનગર વિસ્તારમાંથી મહિલા તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયા
છેલ્લા એક મહિનામાં કોડીનારમાં 7માં મગરનું રેસ્ક્યુ કરાયું કોડીનારના નવાગામની અંદર હરસીદ્ધિ માતાના મંદિર અને ગણની વચ્ચો વચ્ચ એક પછી એક એમ 5 વખત મહિનામાં મગરના રેકસયું કરાયા છે. કોડીનાર સીંગોળા નદીના કિનારે વસેલું છે અને સીંગોળા નદીમાં અનેક મગર વસવાટ કરી રહી છે. જેના કારણે અનેક વખત ગ્રામ્ય પંથકો વાડી વિસ્તારો કે સીટીના રોડ પર મગર ચડી આવે છે.
ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્ય પંથકોમાં દીપડો અને મગરોની દહેશત ફેલાય છે. ખીમખાર દીપડાઓ જનગલની બહાર આવી વાડી વિસ્તારોમાં રહેઠાણ કરી રહયા છે. તો ખતરનાક મગરો નદીની બહાર નીકળી વાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં દહેશત ફેલાવી રહી છે.